ગૃહમંત્રી નો ખોફ કે રોફ? કામ કર્યું ટોપ, બિલ્ડર પાસે ફસાયેલા નાણા એક કલાકમાં પરત, લોક દરબાર ચકાચક..

Spread the love

 

રાજ્યના ગૃહમંત્રી કડક આવ્યા છે, ચીટરો પંટરીયાઓ લુખ્ખા તત્વોના વરઘોડા પછી તેમને વરઘોડાવાળા મંત્રી તરીકે લોકો પ્રયોજી રહ્યા હતા, ત્યારબાદ દર સોમવારે દરેક અરજદારને સચિવાલય મળે, ત્યારે ગમે તે જિલ્લામાં પ્રવાસ કરે તો લોક દરબાર શરૂ કરી દે, ત્યારે જે છ મહિનામાં કાઢેલા વરઘોડા ના કારણે લુખ્ખા હોય કે ચીટરો ને ખોફ ખાખીનો બેસી ગયો છે, ત્યારે ગૃહ મંત્રી હર સંઘવીએ આજે કચ્છ…

કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

બિલ્ડર પાસે ફસાયેલા નાણાં માત્ર એક કલાકમાં અરજદારને પરત મળી ગયા
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો.

મંત્રીશ્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી.

સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીશ્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.

એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી. મંત્રીશ્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પરિણામે, માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ. આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો.

આ લોકદરબારથી નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગૃહ રાજ્ય મંત્રીશ્રીની તત્પરતા અને સંવેદનશીલતા સ્પષ્ટ થાય છે, જેનાથી કચ્છના લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *