
ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મચ્છરજન્ય આ વાયરસ 119 દેશોમાં ફેલાયો છે. તેના ચેપથી 5.6 અબજ લોકો જોખમમાં મૂકાયા છે. જેને રોકવા માટે ડબ્લ્યુએચઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
ડબ્લ્યુએચઓના સભ્ય ડાયના રોજાસ અલવારેઝે જણાવ્યું હતું કે, “2004-05 ની વચ્ચે, ચિકનગુનિયા હિંદ મહાસાગરમાં ફેલાયો હતો, ત્યારબાદ વાયરસ નાના ટાપુ વિસ્તારોમાં ફેલાયો હતો અને લગભગ 50 લાખ લોકોને ચેપ લાગ્યો હતો.”
યુરોપમાં પણ ફેલાય છે ચેપ
ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુ તાવ અને ઝીકા વાયરસ રોગ જેવાં જ છે. આ વાયરસ હવે મડાગાસ્કર, સોમાલિયા અને કેન્યાની સાથે સાથે યુરોપના દેશો ફ્રાન્સ અને ઈટલીમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતમાં ગયા વર્ષે 2 લાખ શંકાસ્પદ કેસ અને 17,821 ક્ધફર્મ કેસ હતાં.
મૃત્યુઆંક પણ વધી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચેતવણી આપી છે કે આ વાયરલ રોગથી મૃત્યુ દર એક ટકાથી ઓછો છે, પરંતુ જ્યારે તે ઝડપથી ફેલાય છે, ત્યારે લાખો લોકોને ચેપ લાગી શકે છે અને મૃત્યુઆંક પણ ઝડપથી વધી શકે છે.
જાણો આ વાયરસ વિશે