
જગદીશ મહેતા અને ગોપીબેન ધાંધલ દ્વારા ટીવી ચેનલ પર આદિવાસી સમાજ અને વિધાનસભા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી વિશે કરવામાં આવેલી ખોટી ટિપ્પણી અને અભદ્ર શબ્દપ્રયોગ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભરવાડ, ઉપપ્રમુખ જીગ્નેશ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ગઈકાલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે કામરેજ તાલુકા મામલતદાર રશ્મિન ઠાકોર મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે જગદીશ મહેતા અને ગોપીબેન ધાંધલે ટીવી ચેનલ પર આદિવાસી સમાજ અને ડૉ. તુષાર ચૌધરી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજની લાગણીઓ દુભાઈ છે.