
વ્યારા તાલુકાની ભાટપુર ગામની યુવતી રેણુકાબેન રમણભાઈ ગામીતે ટેલીગ્રામ ચેનલ મારફતે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના લાલચમાં આવી ને 42,706.28ની છેતરપીંડીનો ભોગ બની છે. રેણુકાબેનએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરીયાદ મુજબ, 7 જુલાઈના રોજ ટેલીગ્રામ “Invest M’ નામની ચેનલ પર જાહેરાત જોઈ હતી કે 3,000નું રોકાણ કરીને એક દિવસમાં 15,000 બોનસ મળશે. આ જાહેરાતમાં આપેલ મોબાઇલ નં પર સંપર્ક કરતાં ફરિયાદી પાસે ક્વિઆર કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં રેણુકાબેને અલગ-અલગ હપ્તામાં કુલ ₹42,706.28 મોકલ્યા હતા.
દર વખતે નવા નવા ટેક્સ કે જી.એસ.ટી.નાં બહાનાંથી વધુ રકમ માંગવામાં આવતી હતી. છેલ્લા પેમેન્ટ બાદ પણ રિફંડ નહીં મળતાં અને વધુ રકમની માંગણી થતાં યુવતી ને તેની સાથે સાઇબર ઠગાઈ થઈ રહી છે.તેણે તરત જ સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને જાણકારી આપી હતી.