
નવસારીના વેસ્મા ગામે એક યુવાને ફટાકડા પોતાના ઘરના સંગ્રહ કરતા પોલીસને મળેલી બાતમીને આધારે રેડ કરી રૂ. 1.28 લાખના ફટાકડા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેસ્માના અરડી ફળિયામાં જયેશ ડાહ્યાભાઈ પટેલ નામના યુવાને પોતાના ઘરમાં પહેલા માળે ફટાકડાના જથ્થો કોઈ પણ લાયસન્સ વગર ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમી નવસારી એસઓજીના નઇમને મળી હતી. બાતમીના આધારે તેઓએ જયેશ પટેલના ઘરે રેડ કરી હતી. પોલીસે રૂ. 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસના હેકો યોગીરાજ મહાવીરસિંહ કરી રહ્યાં છે.