સુરત-સૌરાષ્ટ્ર હાઈવે પર ટ્રાવેલ્સ બસ પલટી : ડ્રાઈવરને ઝોકું આવતાં સર્જાઈ દુર્ઘટના, તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ

Spread the love

 

સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મોડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે બની હતી. બસના ચાલકને ઝોકું આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતા જ બસમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધીન મુસાફરોની ચિચિયારીઓ સંભળાઈ હતી. બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા, જેમાં 15 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થતો હતો. ઘટનાની જાણ થતાં જ ધોલેરા અને ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *