
નવસારી શહેર વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણ્યો ઇસમ છેલ્લાં દોઢેક મહિનાથી સોશિયલ મીડિયાની વોટસએપ મેસેજીંગ એપ્લિકેશન ઉપર પોતાની ઓળખ છુપાવી બિભત્સ ફોટાઓ મોકલી માનસિક હેરાન કરી બદનામ કરવાની કોશીશ કરતો હતો. આ બાબતે મહિલાએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ નવસારી ટાઉનના અહેકો નિકુળપરી બળદેવપરી અને અશોક રૂડાભાઈને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ટ્રેસ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હતી. જેમાં યુવાન જલાલપોરના પેથાણ ગામના હનુમાન ફળિયામાં રહેતો મનોજ કાંતિભાઈ પટેલ (ઉ.વ. 43) હોવાનું ખુલ્યું હતું. આ યુવાને પોતાની ઓળખ સોશિયલ મીડિયા ઉપર છુપાવી મહિલાઓને બીભત્સ ફોટા મોકલી માનસિક હેરાન કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.