રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રે મંદી આવી છે. આવામાં રાજકોટમાં મિલકતોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે, ફ્લેવર બેડના નિયમના કારણે પ્લાન-કમ્પ્લીશન અટવાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, રાજકોટમાં 214 હાઇરાઈઝ તૈયાર, માત્ર 14 ને કમ્પ્લીશન આપવામાં આવ્યા. 5077 કમ્પ્લીશન માટે અરજીઓ આવી છે. હાઇરાઇઝને બદલે લો-રાઇઝને જ BU આપવામાં આવ્યા છે.
રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફ્લાવર બેડનો ઇસ્યુ ઘણા સમયથી ઉભો થયો છે. બિલ્ડરો દ્વારા સરકાર પાસેથી FSIમાં છુટછાટ લઇ ગ્રાહકો પાસેથી કાર્પેટ મુજબ પૈસા વસુલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા શહેરી વિકાસ મંત્રાલયે ફલાવર બેડના નામે મળતી છૂટછાટ બંધ કરી હતી. જેના લીધે છેલ્લા એક વર્ષથી બાંધકામ ક્ષેત્ર મંદીનો માર સહન કરી રહ્યો છે. રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રે મંદી ચાલતા બિલ્ડરોના મોટાભાગના પ્રોજેક્ટોમાં ફ્લેટ અને મકાનો વેંચતા નથી.
માત્ર રાજકોટમાં જ મિલકતોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ફ્લેવર બેડના નિયમના કારણે પ્લાન-કમ્પ્લીશન અટવાયા છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં માત્ર 14 કમ્પ્લીશન આપવામાં આવ્યા છે. જ્યારે 214 હાઇરાઈઝ તૈયાર છે પરંતુ કમ્પ્લીશન અને બિલ્ડીંગ યુઝ પરમીશન નહિ મળતા ફ્લેટ વેંચાણ પર બ્રેક લાગી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં 5077 કમ્પ્લીશન માટે અરજીઓ આવી છે. હાઇરાઇઝને બદલે લો-રાઇઝને જ BU આપવામાં આવ્યા છે.
કારણો
- TRP ગેમઝોન બાદ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
- બિલ્ડરો માર્જિનની જગ્યામાં 2 ફૂટની બાલકની આપતા તે નવા નિયમોમાં ગેરકાયદેસર
- બાલકનીને ફ્લેવર બેડ તરીકે દર્શાવી 1 થી 1.5 ફૂટ નીચી બનાવવાનો નિયમ મુશ્કેલ
- બાલકની બિલ્ડીંગનું એલિવેશન સારું બનાવે છતાં મંજૂરી નહિ
- મુખ્યમંત્રી અને સચિવો સુધી રજૂઆતો, નિયમ હળવો કરવા માંગ
રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખ અને બિલ્ડર સુજીત ઉદાણીએ કહ્યું, છેલ્લા 1 વર્ષ થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરો મંદીનો સામનો કરી રહ્યા છે. પ્લાન, કમ્પ્લીશન અને BU પરમિશન મળતા ન હોવાથી અનેક બિલ્ડીંગો તૈયાર છતાં વેંચાણ નથી થયા. જેને કારણે ફાઈનાન્સરો પણ બજારમાં રૂપિયા નાખતા બંધ થઈ ગયા છે. હવે જે ખરીદ વેંચાણ થાય છે તે માત્ર બેન્ક લોન ઉપર જ થઈ રહી છે. આ ફ્લેવર બેડ મુદ્દે મુખ્યમંત્રી અને રાજ્યના સચિવો સાથે બેઠક થઈ છે જેમાં પોઝિટિવ જવાબ આવશે તેવી આશા છે.