Gujarat ACB એ નોંધેલા 3 લાખના લાંચ કેસમાં ખંભાતના PSI ફરાર, વચેટિયો ઝડપાયો

Spread the love

 

Gujarat ACB નો સૌથી આસાન શિકાર કોઈ હોય તો તે છે પોલીસ. ભ્રષ્ટાચારમાં પોલીસ વિભાગ કરતાં અન્ય વિભાગો અગ્ર ક્રમે છે, પરંતુ પોલીસ સરળતાથી પકડમાં આવે છે. આણંદ જિલ્લાના ખંભાત (Khambhat Anand) ખાતે Gujarat ACB એ કરેલી ટ્રેપમાં એક પીએસઆઈ સહિત બે શખ્સો આરોપી બન્યાં છે.

ACB ને શું મળી હતી ફરિયાદ ?

ખંભાત સિટી પોલીસ સ્ટેશન (Khambhat City Police Station) ખાતે ગૌમાંસનો એક કેસ જુલાઈ મહિનાની શરૂઆતમાં નોંધાયો હતો.

આ કેસના આરોપીની કોલ ડિટેલ્સમાં આવેલા એક મોબાઈલ નંબરના ધારકને પીએસઆઈએ આરોપી બનાવવા ધમકી આપી હતી. ધરપકડ કરવા ઉપરાંત તેનો તેમજ પરિવારનો વરઘોડો કાઢવાની પણ પોલીસે દાટી મારી હતી. આ પેટે શરૂઆતમાં 5 લાખની માગણી કરતા રકઝકના અંતે ત્રણ લાખ નક્કી થયા હતા. જો કે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય જેથી Gujarat ACB નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

PSI રાઠોડે વચેટિયા થકી લાંચ મેળવી

ખંભાતના લાલ દરવાજા વિસ્તારની તાડછા હોટલમાં ACB Trap ગોઠવવામાં આવી હતી. ધરપકડ નહીં કરવા અને ગામમાં વરઘોડો નહીં કાઢવા પેટે ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા પીએસઆઈએ વચેટિયાને મોકલ્યો હતો. ખંભાતના નાકરાતની પોળમાં રહેતા ઇમરાન સોદાગરને Team ACB એ ત્રણ લાખની લાંચ સ્વીકારતા ઝડપી લીધો છે. જ્યારે પીએસઆઈ પી. ડી. રાઠોડ (PSI P D Rathod) ને ટ્રેપની ગંધ આવી જતાં તે ફરાર થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *