ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ મુખ્ય દંડક ડૉ. કીરીટભાઈ પટેલ
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પ્રવક્તા જીગ્નેશભાઈ મેવાણી
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પ્રવકતા અનંતભાઈ પટેલ
ગાંધીનગર
ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ટીમમાં પણ ફેરફાર કરાયા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ખાલી પડેલી જગ્યા પર તુષાર ચૌધરીની વરણી કરાયા બાદ અન્ય પદો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર તથા મુખ્ય દંડક તરીકે ડૉ. કીરીટભાઈ પટેલ નિમણુંક કરવામાં આવેલ છે તથા વિમલભાઈ ચુડાસમા ઉપદંડક,
ઈમરાનભાઈ ખેડાવાલા ઉપદંડક, દિનેશભાઇ ઠાકોર ખજાનચી,કાંતિભાઈ ખરાડી મંત્રી ,જીગ્નેશભાઈ મેવાણી અને અનંતભાઈ પટેલની પ્રવકતા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.




