
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ABVP ના કાર્યકર વિરુદ્ધ પોસકોની ફરિયાદ નોંધાવી હતી. ABVPના કાર્યકરે સગીરા સાથે અડપલા કર્યા હતા.જેને લઈને NSUI દ્વારા ABVPના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જો કે રોડ પર અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.કાર્યકરોએ જેવું પૂતળું કાઢ્યું તરત જ પોલીસે પૂતળું ખેંચવાનો પ્રયત્ન કર્યો.આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જે બાદ કાર્યકરો છુપાઈને બીજા બે પૂતળા લઈને સળગાવા જતા હતા.જોકે પોલીસનું ધ્યાન જતા પોલીસકર્મીઓ દોડ્યા અને પૂતળું સળગાવતા કાર્યકરોને રોક્યા હતા.
થોડા સમય અગાઉ ઓડિશામાં NSUI ના પ્રમુખ દ્વારા એક યુવતી સાથે દુષ્કર્મ કરવા મામલે ABVP દ્વારા NSUI નું પૂતળું બાળવામાં આવ્યું હતું .જેથી ABVP કાર્યકરે સગીરાની છેડતી કરી હોવાથી NSUI દ્વારા ABVP ના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જો કે આ પૂતળા દહનના કાર્યક્રમમાં પોલીસ રંગમાં ભંગ પાડ્યો હતો.કાર્યક્રમની અગાઉથી પોલીસને જાણ થતા 100 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.
NSUI કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચ્યા હતા.જે બાદ કેટલાક કાર્યકરો પાછળથી એક પૂતળું લઈને સળગાવવા જતા હતા જે પહેલા જ પોલીસે પૂતળું ખેંચી લીધું હતું. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે પૂતળાની લઈને ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી.આ દરમિયાન યુનિવર્સિટી ચાર રસ્તા પાસે NSUIના અન્ય બે કાર્યકર્તાઓ બે પૂતળા સાથે આવ્યા અને પૂતળું બાળવા જતા હતા.જોકે દૂરથી જ પોલીસનું ધ્યાન જતા પોલીસ દોડતી થઈ હતી.પોલીસે બંને કાર્યકર્તાઓને સળગાવતા રોકીને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
આ ઘટનામાં પોલીસનું બમણું વલણ જોવા મળ્યું હતુ.ગત અઠવાડિયે ABVP ના કાર્યકરોએ NSUI ના પૂતળાનું દહન કર્યું હતું.પોલીસની હાજરીમાં જ પૂતળા દહન થયું છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી જ્યારે આજે NSUI દ્વારા ABVP ના કાર્યકરોનું પૂતળા દહન કરવાનો કાર્યક્રમ જાહેર કરતા 3 પીઆઇ અને જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.કાર્યકરોએ પૂતળું બહાર કાઢતા જ તરત પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.