સુરતઃ 15મીથી પ્રિયંકા અને રાહુલ ગાંધી ગુજરાત ધમરોળશે

Spread the love

 

નવગુજરાત સમય, સુરતઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આગામી તા.15મી એપ્રિલથી ગુજરાતમાં સાત જાહેર સભા સંબોધવાના છે. તેઓના કાર્યક્રમમાં ફેરફાર બાદ જે નવી તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં તા. 15, 18 અને 20 એપ્રિલનો સમાવેશ થાય છે.

જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા. 15મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, જુનાગઢમાં એક દિવસમાં ત્રણ સભા સંબોધશે.

જ્યારે અગાઉના કાર્યક્રમ અનુસાર રાહુલગાંધી 19મી સભા સંબોધવાના હતા પરંતુ તેના સ્થાને તા. 18મીએ તેઓ સૌરાષ્ટ્રમાં એક જાહેર સભા સંબોધશે. સંભવત આ જાહેરસભા કેશોદ અથવા તો પોરબંદર બેમાંથી કોઈ એક સ્થળે યોજવામાં આવે તેવી શક્યતા છે. હજુ તે કાર્યક્રમ અંગે નિર્ણય લેવાયો નથી. અંતે તા. 20મીના રોજ રાહુલ અને પ્રિયંકા ગાંધી બારડોલી-દાહોદ અને પાટણમાં જાહેર સભા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *