એસ.ટી.ની 95 નવી બસોનું આવતીકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ

Spread the love

 

રાજકોટ તા.29 એસ.ટી. નિગમમાં છેલ્લા કેટલાંક દિવસોથી નવી બસો કંપનીમાંથી તૈયાર થઈને આવવા લાગી છે અને અત્યાર સુધીમાં 100 જેટલી બસો આવી ગઈ છે ત્યારે, હવે આવતીકાલે, આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ખાતે એચ.ઈ.સી. એકઝીબીશન હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે રાખવામાં આવેલ છે.

આ અંગે એસટી નિગમનાં આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આવતીકાલે કુલ 95 બસો રાજકોટ સહિતનાં જુદા-જુદા ડિવિઝનોને ફાળવવામાં આવનાર છે.

આ 95 બસો પૈકી 51 બસોનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. અન્ય બસોની ફાળવણી નિગમ તબકકાવાર કરી દેશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત વાહન વ્યવહાર મંત્રી પણ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં રાજકોટ વિભાગને 8, જામનગરને 7, ગોધરાને 4, નડીયાદને 1, મહેસાણાને 9, અમદાવાદને 8, હિંમતનગરને 10 અને વડોદરા વિભાગને 4 નવી સુપર એકસપ્રેસ બસો મુખ્યમંત્રીનાં હસ્તે ફાળવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ દરમ્યાન એસ.ટી.માં 2300થી વધુ નવી બસો આવનાર છે. જે આગામી બે-ત્રણ માસ દરમ્યાન તબકકાવાર જુદા-જુદા એસ.ટી. ડીવીઝનોને ફાળવાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *