GJ-18 શહેરમાં અનેક નોનવેજ હોટેલ છે પણ સૌથી વધારે ભીડ અહીંયા જોવા મળે,
હિંદુત્વના તહેવારોમાં તાળા મારી દે તો પણ ધંધા ઉપર જરાય અસર થતી નથી,
હોટેલ ના કર્મચારીઓને હિન્દુત્વના તહેવારોમાં રજા મળી જાય બાકી બધા દિવસોએ ખુલ્લી જોવા મળે, રાત્રે મેળો જામે,

શ્રાવણ મા શિવરાત્રી નવરાત્રિના હિન્દુના પવિત્ર તહેવારમાં રોશન તૈલી નોનવેજની હોટલને તાળા મારી દે છે નૂર મહેલથી જાણીતી નોનવેજ લોજમાં બહારગામ થી લોકો જમવા આવે છે, સૌથી વધારે ગ્રાહકો અહીંયા ગાંધીનગર gj 18 ખાતેના મીના બજારમાં આવેલી ૩૫ વર્ષથી જૂની અને જાણીતી નૂર મહેલથી જાણીતી નોનવેજના વેપારી રોશન તૈલી હર હંમેશાં હિન્દુત્વના તહેવારોમાં હોટલને તાળા મારી દે છે, સૌથી વધારે ગ્રાહકો તેમની હોટલમાં હિન્દુઓ જમવા આવે છે, રાત્રે પણ પગ મુકવાની જગ્યા ધંધાથી ને ત્યાં હોતી નથી રાત્રે જાણે ખાણીપીણીની ફક્ત એકજ મીના બજારમાં હોવા છતાં અને શહેરમાં અનેક છતાં અહીંયા લોકો જમવા આવે છે, નોનવેજ ખાવાના રશિયાઓ માટે સંભારણું હોય તો તે નૂર મહેલ કહી શકાય ત્યારે ગુજરાતના પાટનગરમાં આવેલા સચિવાલય પાસેના મીનાબજારમાં વર્ષોથી નોનવેજ લોજના વેપારીને ત્યાં હંમેશા ભીડ હોય છે. રાત્રે જાણે મેળો જામ્યો હોય તેમ લોકો અહીંયા નોનવેજના શોખીનો જમવા આવે છે ત્યારે નોનવેજનો ધંધો કરતાં આ વેપારીની ખાસીયત પણ એ છે કે હરહંમેશ હિંદુ તહેવારોમાં શ્રાવણ માસ, શિવરાત્રી, નવરાત્રી જેવા તહેવારોમાં આ નોનવેજની દુકાનના શટર પાડી દે છે પછી ભલે ગ્રાહકો ઓછા થાય કે ધંધો પડી ભાંગે તેનો ક્યારેય ટેન્શન લીધું નથી પણ હા શટર પાડયા બાદ પણ ગ્રાહકોનો જ્યારે દુકાન ખૂલે ત્યારે જમાવડો હરહંમેશા યથાવત રહે છે. ત્યારે હિંદુ મુસલમાનના કોઈપણ તહેવારમાં સેવાભાવી રોશન તૈલી પહેલા હરહંમેશ આંગળી ઉંચી રાખતા હોય છે. ભૂખ્યાને ભોજન પણ રોજબરોજ કરાવતા આ રોશન તૈલી અલ્લાહને માને છે તેમાં હિંદુઓના તહેવારોને પણ ધામધૂમથી ઉજવીને પોતાનો ધંધો હિંદુત્વના પવિત્ર તહેવારોમાં હરહંમેશ બંધ રાખે છે. સ્વભાવના હસમુખ અને હરહંમેશ હસ્તો ચહેરો જોવા મળતો હોય છે. તેમને જોઈને દિવસ બગડેલા કોઈને સુધરી જાય ત્યારે વર્ષોથી ધંધો કરવા છતાં ગ્રાહકોની ભીડ હોવા છતાં જે નિયમો બનાવેલા છે તેને આજે પણ અકબંધ જાળવીને નિયમો પ્રમાણે ચાલે છે.