એક જ કોમ્પલેક્ષમાં માલ લેનાર અને માલ આપનાર બંને એકસાથે આવી શકશે : હર્ષ સંઘવી
ડાયમંડ બુર્સને દોડાવવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી દોડી રહ્યા છે, લાખો લોકોને રોજગારી મળે તે ઉદ્દેશથી ૧૫ હજારમાં ઓફિસની જાહેરાત
ગુજરાતમાં હીરા ઉદ્યોગ તે સૌરાષ્ટ્રની મોટી કેડ સમાન છે લાખો લોકોને રોજગારી મળે છે ત્યારે ગૃહમંત્રી અનેક
યુવાનોની વ્હારે આવીને હીરા ઉદ્યોગ માટે ધમધમે તે માટે પોતે દોડી રહ્યા છે, શું જોઈએ છે? શું તકલીફ છે?
યુવાનોના રોજગાર માટે અને હીરા ઉદ્યોગને ધમધમતું કરવા અમે દરેક નિર્ણયો લેવા તૈયાર : હર્ષ સંઘવી

સુરત
સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત ન થયેલી ઓફિસોને ફરી ધમધમતી કરવા માટે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને લાલ દરવાજા સ્થિત મોઢ વણિકની વાડી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિષરપુરા હીરા બજારના વેપારીઓ, રાજ્યસભાના સાંસદ અને અન્ય કમિટીના સભ્યો સહિત વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ બાદ ગૃહમંત્રીએ જાહેરાત કરી કે, હીરા વેપારીઓને સુરત ડાયમંડ ભુર્સમાં માત્ર ?૧૫,૦૦૦ માં ઓફિસ મળશે. આ નિર્ણવનો મુખ્ય ઉદેરપ ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવાનો છે. જાન્યુઆરી ૨૩ ના રોજ મોટા પાથે હીરા વેપારીઓ મહિધરપુરાની ઑફિસો બંધ કરીને ડાયમંડ બુર્સમાં સ્થળાંતર કરશે, જેનાથી નાના વેપારીઓ અને દલાલોને એક જ કોમ્પ્લેક્સમાં કામ કરવાનો સૌથી વધુ લાભ મળશે અને હીરા બજાર વિશ્વભરના વેપારીઓ માટે એક પ્રેરણારૂપ કેન્દ્ર બનરો. આ બેઠકમાં મહિધરપુરા હીરા બજારના મોટી સંખ્યામાં વેપારીઓ, રાજયસભાના સાંસદ, અન્ય કમિટીના સભ્યો અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ આગામી દિવસોમાં હીરા બુર્સની ઓફિસો કઈ રીતે વહેલી તકે શરૂ થાય તે દિશામાં પ્રયાસ કરવાનો હતો. આ બેઠક સુરત ડાયમંડ બુર્સના ભાવિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.
મીટિંગ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, બીરા વેપારીઓને સુરત ડાયમંડ ભુસમાં માત્ર ?૧૫,૦૦૦ માં ઓફિસ મળશે. આ નિર્ણય નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે એક મોટી રાહત સમાન છે, જેઓ ખર્ચના કારણે પ્રથમંડ બુર્સમાં ઓફિસ લેવાનું ટાળી રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતમાં ડાયમંડને લઈને આજે ખૂબ જ મહત્ત્વની બેઠક કરવામાં આવી. આ બેઠકમાં સૌ સાથે મળીને એવો નિર્ણષ લેવામાં આવ્યો છે કે, આગામી જાન્યુઆરી ૨૩ના રોજ મોટા પાયે હીરા વેપારીઓ મહિધરપુરાની પોતાની વર્તમાન ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં નવી ઓફિસો શરૂ કરશે. ગૃહમંત્રીએ ડાયમંડ બુર્સને એક પ્રેરણારૂપ પ્રોજેક્ટ ગણાવ્યો. તેમણે કહ્યું કે. આ હજારો વેપારીઓ માટે બનાવવામાં આવ્યું છે.* હીરા બજાર દુનિયાભરના વેપારીઓ માટે એક પ્રેરણારૂપ બનશે, જ્યાં બોલી, જબાનની કિંમત રહેશે. આ પ્રયાસનો ઉદેશ્ય હીરાની વધુ ચમક દુનિયાભરમાં ફેલાવવાનો છે. આ નવા આયોજનથી સૌથી વધુ ફાયદો નાના વેપારીઓ અને દલાલોને થશે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, એક જ કોમ્પ્લેક્સમાં માલ લેનાર અને માલ આપનાર બંને એક સાથે આવી શકશે. આનાથી સમયનો બચાવ થશે, પારદર્શિતા વધરશે અને વેપાર કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે. એક જ માર્કેટમાં આવવાથી નાના વેપારીઓ સહિત દલાલોને સૌથી વધુ લાભ થશે, કારણ કે તેમને નવા ગ્રાહકો શોધવા અને વ્યવહારો પૂર્ણ કરવામાં સરળતા રહેશે.