વાર્ષિક ૨૫ લાખના પગારદારને પણ 2-3 BHK ખરીદવું મુશ્કેલ છે! મધ્યમ વર્ગના લોકો ઘર કેવી રીતે ખરીદશે?
બિલ્ડરોના મોંઘાદાટ ફલેટો, બાદ 2-3 BHK મધ્યમવર્ગ માટે સરકાર ક્યારે બનાવશે?
મધ્યમવર્ગ પીસાયો, બિલ્ડરોના લાભાર્થે 2-3 BHK બંધ?

જો તમારો પગાર વાર્ષિક ૨૫ લાખ રૂપિયા છે, તો તમે દેશના ઘણા મોટા શહેરોમાં ઘર ખરીદી શકતા નથી. ભારતનું હાઉસિંગ માર્કેટ સંપૂર્ણપણે તૂટી રહ્યું છે. ૧ કરોડથી ઓછી કિંમતના મકાનોનું વેચાણ ઘટી રહ્યું છે, વૈભવી મકાનોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે અને મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ દેશ કોના માટે બનાવવામાં આવી રહ્યો છે? ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, ૫૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતના મકાનોનું વેચાણ ૯% ઘટ્યું, જ્યારે ૫૦ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયા સુધીના મકાનોનું વેચાણ ૬% ઘટ્યું. બીજી તરફ, ૨ કરોડથી કરોડ રૂપિયા સુધીના ઘરોના વેચાણમાં ૨૮%નો વધારો થયો છે અને ૫૦ કરોડ રૂપિયાથી વધુના ઘરોના વેચાણમાં ૪૮૩%નો વધારો ૫ થયો છે. હવે દેશના મુખ્ય શહેરોમાં કુલ રહેણાંક વેચાણમાં ૧ કરોડ રૂપિયાથી વધુના ઘરોનો હિસ્સો ૪૬% છે. રિયલ એસ્ટેટ ડેવલપર આ આંકડાઓનો જવાબ આપતા લખે છે, × જ્યારે વાર્ષિક ૨૫ લાખ રૂપિયા કમાતા સોફ્ટવેર એન્જિનિયર મુંબઈ, બેંગલુરુ અથવા NCR માં 2BHK ખરીદી શકતા નથી, ત્યારે શું આપણે ધર બનાવી રહ્યા છીએ કે અસમાનતા વધારી રહ્યા છીએ? x તેમણે વર્તમાન વલણને બારબેલ અર્થતંત્ર તરફના પગલા તરીકે વર્ણવ્યું, જ્યાં ડેવલપર્સ ફક્ત ખૂબ જ ધનિક અથવા ખૂબ જ ગરીબ લોકો માટે કામ કરી રહ્યા છે, અને મધ્યમ વર્ગ ઝડપથી વિકલ્પો ગુમાવી રહ્યો છે. ડેટા દર્શાવે છે કે પુરવઠા અને પોષણક્ષમતામાં મોટો ફેરફાર થયો છે. ૨૦૨૫ ના પહેલા છ મહિનામાં દેશભરમાં ૫૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતના થરોના નવા પ્રોજેક્ટ્સમાં ૩૧% ઘટાડો થયો છે. બેંગલુરુમાં, ૨૦૧૮ ની સરખામણીમાં તે ૮૫% ઘટ્યો છે, મુંબઈ અને કોલકાતામાં વાર્ષિક ધોરણે ૧૧% અને ૬૭% ઘટાડો થયો છે. આવક મકાનોના ભાવ સાથે તાલ મિલાવી રહી નથી, અને મુંબઈમાં EMI-થી-આવકનો ગુણોત્તર ૪૮% છે, જ્યારે અન્ય ઘણા મેટ્રો શહેરોમાં તે ૩૦% છે જે સામાન્ય રીતે નાણાકીય તણાવના સ્તર કરતાં વધારે છે.
દેશમાં અને તે પણ દરેક શહેરોમાં ઘર ખરીદવું મોંઘુ બનતું જાય છે, ત્યારે સરકાર દ્વારા ઈડબલ્યુએસ અને શ્રમજીવી ગરીબો માટે મકાનો બનાવ્યા તો ૨ ૩ બીએચકે મધ્યમ વર્ગ માટે કેમ નહી, મધ્યમ વર્ગ હર હમેશા પીસાતો રહ્યો છે, ઘરનું ઘર ગરીબો માટે તો મધ્યમ વર્ગ માટે બાવાજી નું હુલ્લું જેવો ઘાટ? ગુડા દ્વારા ટુ તથા થ્રી બીએચકે બાંધવાનું ચાર વર્ષથી બંધ કરી દીધું છે, કોના લાભમાટે? બિલ્ડરોનો માલ ન વેચાતાં સરકારે ટુ થ્રી બીએચકે બંધ કર્યા હોવાનો દાવો, મોંઘા દાદ ભાવમાં મકાન ખરીદી શકે તેવી હવે પરિસ્થિતિ નથી