Russia Earthquake Hits Tsunami: US જીઓલોજીકલ સર્વે (USGS) ના અનુસાર અનુસાર આ ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો હતો અને તે પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર રશિયાનું Kamchatka Peninsula છે તે પૂર્વ સમુદ્ર તટ પાસે આવેલું છે.
રશિયામાં 8.8 ની તીવ્રતા (Russia Earthquake) ના ભૂકંપ પછી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં સુનામી (Tsunami) આવી છે.
આસપાસના વિસ્તારમાં લગભગ 4 મીટર એટલે કે 13 ફિટ ઊંચા મોજા ઉછળ્યાં હતા. ભૂકંપ અને સુનામીના લીધે આસપાસના બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યા છે. આ ભૂકંપના લીધે પ્રશાંત મહાસાગર (Pacific Ocean) વાળા દેશો જેવા કે અમેરિકા, જાપાન અને અન્ય દેશોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જાપાનમાં અત્યાર સુધીમાં 16 જગ્યાએ સુનામી આવી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
પેસિફિક સાગરની આસપાસના વિસ્તારમાં ચેતાવણી
સુનામીના લીધે કામચટકા વિસ્તારમાં 3-4 મીટર ઊંચા મોજા નોંધાયા હતામ રશિયામાં ઇમરજન્સી બાબતના રિજનલ મંત્રી લેબેદેવે જણાવ્યું કે સમુદ્રની આસપાસના તમામ વિસ્તારોમાં રહેતા લોકોને સર અને સેફ જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે જેથી કોઈ જાન-માલને નુકસાન ના થાય. અમેરિકાના કેલિફોર્નિયાના તટ વિસ્તારમાં પણ સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અંહિયા સમુદ્રમાં 3 ફિટ ઊંચા મોજા ઊછળી શકે છે, અને જેના લીધે આસપાસના વિસ્તારમાં તબાહી સર્જાઇ શકે છે. યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર ઇકવાડોરમાં 3 મીટર ઊંચા મોજા આવી શકે છે. મેપને ધ્યાનમાં લઈએ તો રશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા અમેરિકાનું કેલિફોર્નિયા સમુદ્ર તટથી વધારે દૂર નથી અને જેના લીધે સુનામી અમેરિકાને પણ પ્રભાવિત કરશે તેવી આશંકા સેવાઇ રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ચૂક, કોસરે, માર્શલ આઇલેન્ડ, પલાઉ અને ફિલિપિન્સમાં લગભગ 1 મીટર ઊંચા મોજા આવી શકે છે. સાથે જ સાઉથ કોરિયા, નોર્થ કોરિયા અને તાઇવાન જેવા દેશોમા પણ લગભગ 1 ફૂટના નાના મોજા ઊછળી શકે છે. જાપાનમાં અત્યાર સુધીમાં 16 જગ્યાએ સુનામી આવ્યું છે. ઇશિનોમાકી પોર્ટ પર સમુદ્રની 50 સેમી ઊંચી લહેરો જોવા મળી છે. જાપાનના હવામાન વિભાગે આગાહી કરી છે કે તટિય વિસ્તારોમાં લગભગ 1 મીટર (3.28 ફિટ) ઊંચી લહેરો આવી શકે છે. વધાપરાધન શિગેરૂ ઇશિબા એ આ એલર્ટ પછી તરત જ ઇમરજન્સી યોજના બનાવીને એક આપાતકાલીન સમિતિની રચના કરી છે.
રશિયામાં આવી રહ્યા છે આફ્ટર શોક્સ
8.7 ની તીવ્રતા વાળા ભૂકંપ પછી રશિયાના Petropavlovsk-Kamchatkaથી 147 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 6.9 ની તીવ્રતાનો વધુ એક ઝટકો આવ્યો હતો. આ ઝટકો સમુદ્રની 10 કિલોમીટર અંદર આવ્યો હતો. જો કે કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે આ ઘટનાને છેલ્લા 10 વર્ષની સૌથી મોટી ભૂકંપની ઘટના ગણાવી છે. તેમણે કહ્યું છે કે એક kindergarden (નર્સરી) ને નુકસાન પહોંચ્યું છે. પણ હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. કામચટકા અને રશિયાનું આ ઈસ્ટ રિજન પેસિફિક રિંગ ઓફ ફાયર આવેલું છે. આ વિસ્તાર ભૂકંપ માટેનો એક્ટિવ ઝોન છે અને અંહિયા મોટા ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થતાં રહે છે. ભૂકંપ અને સુનામીના એલર્ટ પછી રશિયાના સખાલીન વિસ્તારના નાના શહેરો સવેરો-કુરિલ્સ્ક્ થી લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી ચાલી રહી છે. આ પૂરા વિસ્તારમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ ઇમરજન્સી સેવાઓમાં લાગેલા છે જેથી કોઈપણ આપાતજણક સ્થિતિમાં જાન-માલને નુકસાન ના થાય.