ભુકંપની તીવ્રતાને રિક્ટર સ્કેલ અથવા મોમેન્ટ મૈગ્રીટ્યૂડ સ્કેલ પર માપવામાં આવે છે. આ એક લૌગરિદમિક સ્કેલ છે. એટલે કે દરેક અંકના વધારા સાથે ઉર્જા 31.6 ગણી વધી જાય છે. 8.8 તીવ્રતાના ભૂકંપ ‘ગ્રેટ અર્થકેક’ની શ્રેણીમાં આવે છે. આ ભૂકંપ એટલો શક્તિશાળી છે કે તે ઇમારત, રસ્તાઓ અને શહેરને તબાહ કરી નાંખે છે.
શક્તિશાળી ભૂકંપની ઉર્જાને જૂલ્સમાં માપવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે, આ ભૂકંપની શક્તિ હિરોશિમા પર ફેંકવામાં આવેલા 14,300 પરમાણુ બોમ્બ બ્લાસ્ટ સમાન છે. કેટલાક સ્ત્રોતો આ સંખ્યાને 9 હજાર હિરોશિમા બોમ્બની સમકક્ષ ગણાવે છે. આ તફાવત અંદાજની ગણતરીમાં નાના ફેરફારો અથવા વિવિધ ધારણાઓને કારણે હોઈ શકે છે. રિસર્ચગેટના અભ્યાસ મુજબ, ભૂકંપ દરમિયાન છોડવામાં આવતી ભૂકંપીય ઉર્જા અને ટન TNT વચ્ચેની સરખામણી, 8.8 ની તીવ્રતાનો ભૂકંપ 6.27 મિલિયન ટન TNTની સમકક્ષ છે. જે લગભગ 10000-14000 હિરોશિમા બોમ્બની રેન્જમાં આવે છે. તેથી જ 9000 બોમ્બની વાતને અંદાજ તરીકે સાચી ગણી શકાય.
રશિયા અને જાપાનમાં ખૌફ કેમ ?
જાપાનની પાસે આવેલા કામચટકા દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો હતો. આ વિસ્તાર પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે. જ્યાં વિશ્વના મોટાભાગના ભૂકંપ આવે છે. જાપાને પહેલા પણ મોટા ભૂકંપનો અનુભવ કર્યો છે. વર્ષ 2011માં તોહોકુ ભૂકંપ જેના કારણે સુનામી અને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં લીકેજ થયું હતું. તે સમયે ભૂકંપમાં લગભગ 28 હજાર લોકોના મૃત્યુ થયા હતા અને $360 બિલિયનનું નુકસાન થયું હતું. 8.8ની તીવ્રતાનો ભૂકંપ એટલો જ ખતરનાક હોઈ શકે છે. રશિયાનો કામચટકા એક જ્વાળામુખી અને ભૂકંપગ્રસ્ત પ્રદેશ છે. ભલે તે ઓછી વસ્તી ધરાવતો હોય, ભૂકંપની અસર જાપાન અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી શકે છે. આ ભૂકંપથી સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જેનાથી બંને દેશોમાં ભય વધ્યો હતો. વર્ષ 2004માં હિંદ મહાસાગરના ભૂકંપની જેમ 8.8ની તીવ્રતાનો ભૂકંપ સમુદ્રની નીચે આવે તો સુનામી પેદા કરી શકે છે. તે સુનામીમાં ભારત, ઇન્ડોનેશિયા અને શ્રીલંકામાં 2.3 લાખ લોકો માર્યા ગયા હતા.