અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને 1 ઓગસ્ટથી અમલી થાય તે રીતે વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો મિત્ર હોવા છતાં ભારત ક્યારેય વેપારની દૃષ્ટિએ ખૂબ સહકારી રહ્યું નથી. ટ્રમ્પ કહે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે અને ત્યાંના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે.
આ જ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત સૈન્ય ઉપકરણોની ખરીદીમાં મોટેભાગે રશિયા ઉપર નિર્ભર રહે છે. અને ચીનની સાથે સાથે રશિયા સાથે ઉર્જા- ક્રૂડનો મોટો ખરીદદાર છે. આવું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખું વિશ્વ ઈચ્છતું હતું કે રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે. આ બધી વસ્તુઓ જોતાં ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફની સાથે સાથે એક પેનલ્ટી પણ ચુકવવી પડશે. અંતમાં “MAGA!” (Make America Great Again)નો નારો લગાવ્યો હતો.