મહેસાણા એ.સી.બી.ને ખાનગી રાહે માહિતી મળેલ કે, હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માંગવાની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને કોઈ હેરાનગતિ ન કરવા સારું અરજદારો પાસેથી રૂ.30 હજારથી થી રૂ.50 હજાર સુધીની લાંચની માગણી કરવામાં આવે છે. જે હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ.
જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.30 હજારની લાંચની માગણી કરી હતી અને ગુનામાં ઝડપાઈ ગયા હતા.
લાંચ લેનાર આરોપી
જિતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલ,
ઉ.વ.૩૯, હોદ્દો: નાયબ મામલતદાર(સર્કલ ઓફિસર-ગાંભોઇ) ,
વર્ગ-૩, મામલતદાર કચેરી હિંમતનગર, જી.સાબરકાંઠા.
ડિકોયની તારીખ તા.૨૯/૦૭/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂ.૩૦,૦૦૦ /-
લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૩૦,૦૦૦ /-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૩૦,૦૦૦ /-
ડિકોયનુ સ્થળ
સર્કલ ઓફિસરની ઓફિસમાં, મામલતદાર કચેરી, હિંમતનગર, જી.સાબરકાંઠા
ડીકોય કરનાર અધિકારી
એસ.ડી.ચાવડા
પોલીસ ઇન્સ્પેક્ટર,
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારી
એ.કે.પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એસીબી એકમ.