ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી! બટાકા પકવતા ખેડૂતોને રોવાનો દિવસ આવ્યો!

Spread the love

 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલા શિનોલ ગામના વાળંદ જયેશ કુમાર નામના યુવકને ગ્રીન ફે ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ટેરેટરી મેનેજર તરીકે નોકરી રાખવામાં આવ્યો હતો.

2011 ની જેમ જાપાનમાં ફરી સુનામી આવશે? જાહેર કરાઈ ચેતવણી, ન્યુક્લિયર પ્લાન્ટને….

યુવકે અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ પંથકમાં બટાકા પકવતા ખેડૂતોને કંપની માંથી બટાકાનું બિયારણ અપાવ્યું હતું અને બટાકા પકવીને કંપનીને આપ્યા હતા પરંતુ કંપનીના જવાબદારો સુરેશ સુંદેશા અને ફુલચંદ માળી ધ્વારા ખેડૂતોને પૈસા આપ્યા ન હતા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી.

બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ

ખેડૂતો કંપનીના એજન્ટ પાસે વારંવાર ઉઘરાણી કરતા એજન્ટ જયેશ વાળંદ ધ્વારા કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે કંપની ધ્વારા જયેશ ને ધાક ધમકીઓ આપી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા માનસિક રીતે હેરાન થઈ ગયેલા જયેશ વાળંદે દવા ગટગટાવી દઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે આવી હતી 19 હજાર લોકોને મોતની નીંદ સુવાડનાર સુનામી? જુઓ ખૌફનાક વીડિયો

પરિવારે યોગ્ય સારવાર અપાવી જયેશને મોતના મુખમાંથી બચાવી સમગ્ર મામલે ધનસુરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *