ગુજરાતમાં ફરીવાર વહિવટી તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. રાજ્યમા ગેસ કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે સચિવાલયમાં ફરજ બજાવતા 23 ઉપસચિવોને હંગામી ધોરણે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત IAS સુનયના તોમરને સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાણી નિવૃત થતા GADનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
GSFCના MDનો વધારાનો ચાર્જ સંજીવ કુમારને સોંપાયો છે.
23 ઉપસચિવોને હંગામી ધોરણે પ્રમોશન
સામાન્ય વહિવટ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે સચિવાલય સેવાના ઉપ સચિવ વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 23 અધિકારીઓને નાયબ સચિવ વર્ગ-1 સંવર્ગના પે મેટ્રીક્સ લેવલ-12માં હંગામી ધોરણે ઈન-સીટુ બઢતી આપી તેઓને કામગીરી બજાવવા નિમણૂંક આપવામાં આવી છે.તેઓ હાલની જગ્યાએ કામગીરી બજાવે ત્યાં સુધી આ જગ્યા નાયબ સચિવ સંવર્ગમાં અપગ્રેડ થયેલી ગણાશે અને તેઓના નાયબ સચિવની જગ્યાએ વિગતવાર નિમણૂંકના હુકમો થાય અને તે જગ્યાએ તેઓ હાજર થાય ત્યારથી આ જગ્યા ઉપ સચિવ સંવર્ગમાં ડાઉનગ્રેડ થયેલી ગણાશે.
GAS કેડરના 59 અધિકારીઓની બદલી કરાઈ
આ ઉપરાંત ગુજરાત વહિવટી સેવા વર્ગ-1માં ફરજ બજાવતા GAS કેડરના 59 અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત IAS સુનયના તોમરને સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાણી નિવૃત થતા GADનો વધારાનો ચાર્જ સોંપાયો છે. GSFCના MDનો વધારાનો ચાર્જ સંજીવ કુમારને સોંપાયો છે.