મણિનગરમાં ચીલ ઝડપથી ચેઈન સ્નેચીંગ,મંદિરમા ઘુસી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરી ભાગી ગયેલ ઈસમને પકડતી મણીનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ

Spread the love

 

અમદાવાદ

મણિનગર પોલીસ સ્ટેશન નિમીત રસબિંદુ એ ફરીયાદ કરી હતી કે ગઇ તા.૨૬/૦૭/૨૦૨૫ ના રાતના પોણા નવ વાગ્યાના સુમારે મંદીર પરીસરમાં શ્રી સ્વામીનારાયણ મંદીર હાઇસ્કુલના દરવાજા માંથી એક અજાણ્યો ઇસમ પ્રવેશ કરે છે અને મંદીરના ગર્ભગ્રુહ તથા ભંડારાના દરવાજાનુ તાળુ તુટેલ હોય જેમા તપાસ કરતા ભંડારામાં રાખેલ ખુલ્લા કબાટમાં બેં મોબાઇલ ફોનની ચોરી થયેલાનુ જણાયેલ જેથી આ અજાણ્યો ચોર ઇસમ મંદીરમાં પ્રવેશ કરી મંદીરના ભંડારા તથા ગર્ભગ્રુહનુ તાળુ તોડી બે મોબાઇલ ફોન ની ચોરી કરી લઇ ગયેલ.સેકટર-૨ જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ‘જે’ડીવીજન પ્રદિપસિહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.પી.ઉનડકટ સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઈ.પટેલ સાથે તથા સ્ટાફના માણસોને આધારે અ.પો.કો પરિમલભાઈ મોહનભાઈ બ.નં-૧૨૯૬૨ તથા અ.પો.કો હરસુરભાઈ અરજણભાઈ બ.નં-૧૨૪૦૩ નાઓને સંયુકત બાતમી હકિકત આપેલ કે “ એક ઈસમ જેણે શરીરે એસ કલરની ટી-શેર્ટ તથા બ્લ્યુ કલરનો ટ્રેક છે તે ઈસમ પાસે ચોરી કરેલા મોબાઈલ ફોન પોતાના કબ્જામાં રાખેલ છે અને વેચવા સારૂ મણીનગર રેલ્વે સ્ટેશન તરફ આવવાનો છે જે બાતમી હકીકત આધારે સદરી ઘરફોડ ચોરી કરનાર ઈસમને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
આરોપી  પાર્થ જનકભાઈ વાઘેલા પાસેથી મોબાઈલ ફોન (૧) આઇ ફોન એપલ કંપનીનો સફેદ સિલ્વર કલરનો જેનો જેને ચાલુ કરી તેનો આઇ.એમ.ઈ.આઈ.નંબર જોતા ૩૫૭૯૮૮૦૫૬૦૩૩૪૦૫ નો જોવા મળેલ છે જેની કિંમત રૂપિયા ૬૦૦૦/- ગણી તેમજ બીજો મોબાઈલ નોકીયા કંપનીનો સી-૧૫ મોડલનો કાળા કલરનો જેની કિંમત રૂપિયા ૧૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૭૦૦0/-(સાત હજાર) નો મુદ્દામાલ અમો પંચો રૂબરૂ કબ્જે લીંધેલ છે

બીજા બનાવ અંગે  મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દક્ષાબેન વા/ઓફ હરીશભાઈ મગનલાલ શિવક્રુપા મુક્તી મેદાન ગેટ નંબર-૩ ની ગલીમાં બી.આર.ટી.એસ બસ સ્ટેંડ સામે મણીનગર જે કામે ગઈ તા-૨૨/૦૭/૨૦૨૫ ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ ઇસનપુર ખાતે ગયેલ અને પરત કલાક-૧૯/૫૦ વાગ્યાંની આસપાસ મુક્તી મેદાન ગેટ નંબર-૩ ની ગલીમાં પોતાના ઘર આગળ રોડ ઉપર જાહેરમાં પાછળથી એક એક્સીસ પર આવેલ બે અજાણ્યા ઈસમો જે આશરે ૨૦ થી ૨૫ આશરાના ગળામાંથી જવેરી સ્ટાઈલનુ સોનાનુ ડૉકીયુ આશરે અઢી તોલા વજનની જેની કિ.રૂ.૨00000/-(બે લાખ પુરા) ખેંચી તોડીને ગયેલ જે બાબતે નંબર અને કલમેથી ગુનો રજીસ્ટર થયેલ છે.પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટ સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઈ.પટેલ સાથે તથા સ્ટાફના માણસોને ઉપરોક્ત મિલકત સંબંધી ગુનો શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે સુચના આધારે સાથેના અ.પો.કો.ગુલામ મયોદ્દીન ગુલામ અહેમદ તથા અ.પો.કો.અબ્દુલ અયુબભાઇ નાઓને સંયુકત બાતમી હકિકત આપેલ કે “ એક નંબર પ્લેટ વગરની એક્સેસ ટૂ વ્હીલરના ચાલક જેને શરીરે કાળા કલરની ટી-શર્ટે તથા ગ્રે કલરનુ જીન્સે પહેરેલ છે અને તે ઈસમે ચોરી કરેલ સોનાની ચેઈન પોતાના કબ્જામા રાખેલ છે અને વેચવા સારૂ મણીનગર ગોરધનવાડી ટેકરા તરફ આવવાનો છે જે બાતમી હકીકત આધારે આધારે સદરી રીક્ષા ચાલક ચોર ઈસમને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
આરોપી મોહંમદ ફૈજાન ઉર્ફે પાંગા મોહંમદ રફીક શેખ પાસેથી સોનાની ચેઈન સોનાની મણકાવાળી ચેન જેનું વજન ૯.૦૪૦ મીલી ગ્રામ તથા ૨૨ કેરેટ કબજે કરેલ છે.અંદાજે કિમત રૂપિયા ૮૦,૦૦૦/-ગણી શકાય
(૨) એક સિલ્વર કલરનુ ટુ વ્હીલર એક્સેસ જેની આગળ -પાછળનો આર.ટી.ઓ.નંબર પ્લેટ જોવા મળેલનહીં જેનો એન્જીન નંબર- AF217976738 તથા ચેસિસ નંબર- MB8DP12PER8881735.

કામગીરી કરનાર અધીકારી/કર્મચારી

* પો.સબ.ઇન્સ.એસ.આઈ.પટેલ

* અ.પો.કો.દિગંત મધુસુદન બ.નં.૫૨૪૭

અ.પો.કો.ગુલામ મયોદ્દીન ગુલામ અહેમદ બ.નં.૧૨૦૬૯

* અ.પો.કો.અનિલભાઇ પુનમભાઇ બ.નં.૩૩૨૧

* અ.પો.કો.હરસુરભાઇ અરજણભાઇ બ.નં.૧૨૪૦૩ (બાતમી).

* અ.પો.કો.પરીમલ મોહનભાઇ બ.નં.૧૨૯૬૨ (બાતમી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *