- રક્ષાબંધનને ઉજવણી અમદાવાદમાં પરિવારજનો સાથે કરશે: કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી શુક્રવારથી ફરી ત્રણ દિવસ માટે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળે રહ્યું છે. તેઓ શનિવારે રક્ષાબંધન ઉજવણી અમદાવાદ ખાતે પોતાના પરિવારજનો સાથે કરશે.ત્રણ દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યની અલગ અલગ શહેરોને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ હવે એકદમ ઢૂંકડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમિતભાઈની ત્રણ દિવસની ગુજરાતની મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે દોડી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.હવે ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સ્પષ્ટ રહ્યા છે. અમિતભાઈ સામાન્ય રીતે ઘરે શુભ તહેવાર અને પ્રસંગોની ઉજવણી ગુજરાતમાં કરતા હોય છે તેઓ રક્ષાબંધનની ઉજવણી પણ ગુજરાતમાં જ કરશે અમદાવાદ ખાતે તેઓ રક્ષાબંધનની ઉજવણીમાં સામેલ થાય તેવી શક્યતા હાલ દેખાય રહી છે. ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુરત પણ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપની વરણી અંગે હાઈ કમાન્ડે હવે મામલો હાથ પર લીધો છે ત્યારે અમિતભાઈ શાહની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત આ મામલે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે ત્યારે અમિતભાઈ સરકાર અને સંગઠનના હોદ્દેદાર સાથે બેઠક કરી કોઈ પરિણામ લક્ષી નિર્ણય લે તેવી શક્યતા નકારી શકાતી નથી.