ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદર્શન

Spread the love

 

ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય તુરંત પ્રક્રિયાની માંગ કરાઇ હતી.

બેનર્સ સાથે વિરોધ કરી રહેલા ઉમેદવારોએ કહ્યું કે પ્રથમ રાઉન્ડના અંતે ૧૦,૭૦૦માંથી ૩,૫૦૦ જગ્યાઓ ખાલી રહી છે. ત્યારે આ જગ્યાઓ ભરકવા મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલીક જાહર કરવામાં નહીં આવે તો ઉંમર વટાવી જવાથી લાયક ઉમેદવારો નોકરી મળવાથી વંચિત રહી જશે. આ ઉપરાંત જનરલ કેટેગરીમાં બેઠકો ખાલી રહેતી હોય તો તેમાં લાયક અન્ય કેટેગરીના ઉમેદવારોને સમાવવા, કચ્છ માટે ધોરણ ૧થી ૮ની જેમ ધોરણ ૯થી ૧૨ માટે વિશેષ ભરતી કરવા, ઓનલાઇન પ્રક્રિયામાં રહેતી ક્ષતિઓના કારણે ખોટી ફાળવણી થવા જેવા પ્રશ્નો નિવારવા ઓફલાઇન ભરતી પ્રક્રિયા કરવા, જુના શિક્ષકોની બદલીઓ તથા નિવૃતિ અને આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ સહિત ૫ હજાર જેટલી જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવા અને ફાઇનલ ફાળવણીની યાદીમાં ઉમેદવારના નામ, વિષય, કેટેગરી, માર્ક્સ, જન્મ તારીખ ઉપરાંત ફાળવવામાં આવેલી શાળાનું નામ પણ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. સાથે માંગણી પરત્વે સરકાર નકારાત્મક વલણ દાખવશે તો ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *