
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે તેમજ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના વિકાસકાર્યોના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આ સમયગાળા દરમિયાન વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. આ પ્રવાસમાં તેઓ ગુજરાતના સીએમ, મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. આ સિવાય રાજ્યના સામાજિક અને રાજકીય પરસ્થિતિઓ અંગે પણ ચર્ચા કરશે તવી શક્યતા છે.
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટે છે. અમિત શાહ તહેવાર તેમના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે. આ ઉપરાંત, તેઓ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લઇ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ગુજરાત માટે રાજકીય અને સામાજિક બંને રીતે મહત્વનો માનવામાં આવે છે. જેમાં તેઓ વિકાસની નવી દિશાઓ દર્શાવશે અને પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવશે.