ખેડૂતોનું હીત સર્વોપરી, કોઇ સમાધાન નહિ ઃ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી

Spread the love

 

 

 

દેશની રાજધાની દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે, પીએમએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈશારામાં જવાબ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે કયારેય સમાધાન કરશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે હું જાણું છું કે મારે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે પરંતુ ભારત તેના માટે તૈયાર છે.
આ પ્રસંગે, પીએમ મોદીએ કહ્યું કે, સ્વર્ગસ્થ એમએસ સ્વામિનાથને ખાદ્ય સુરક્ષાને તેમના જીવનનું મિશન બનાવ્યું હતું. દિલ્હીમાં આયોજિત પરિષદમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કળષિ વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્ય માટે એમએસ સ્વામિનાથનની વ્યાપક પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનું કલ્યાણ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમની સરકારની નીતિઓ સ્પષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહી.
વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના ICAR પુસા ખાતે એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. આ પરિષદનો વિષય પ્ર સદાબહાર ક્રાંતિ, જૈવ-સુખનો માર્ગ, પ્રોફેસર સ્વામિનાથનના બધા માટે ખોરાક સુનિ?તિ કરવાના જીવનભરના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *