સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા ઃ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો!

Spread the love

 

 

૨૦૨૪માં આસન સોલમાં એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ દુષ્કર્મ અને હત્યા બીજા કોઈએ નહીં પરંતુ દીકરીના સગા પિતાએ કરી હતી.
આસનસોલમાં ૧૪મી મે ૨૦૨૪ના રોજ સગીર પુત્રી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આસનસોલનો આ દુષ્કર્મ કેસ બહુચર્ચિત માનવામાં આવે છે. આ કેસમાં કોર્ટે આરોપી પિતાને આજે ફાંસીની સજા ફટકારી છે.
સ્પેશિયલ પોક્સો કોર્ટે ૧૫ મહિનાની લાંબી સુનાવણી બાદ આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે આરોપી પિતાના દોષિત જાહેર કરીને ફાંસીની સજા ફટકારી દીધી છે. આસનસોલમાં પહેલી વખત કોઈ કેસમાં મોતની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદ ખૂદ માતાએ કરી હતી.
ઘટનાની વાત કરવામાં આવે તો. ફરિયાદમાં મૃતક દીકરીની માતાએ જણાવ્યું હતું કે, તે પોતાના પતિ અને દીકરી સાથે ૫૧ મિ બંગાળના પ^ મિ વર્ધમાન જિલ્લાના કચુબાગાન નામના ગામમાં રહેતી હતી. તેનો પતિ ઓટો ડ્રાઈવર છે અને તે લોકોના ઘરે સાફ-સફાઈનું કામ કરતી હતી. જ્યારે તે કામ પરથી ઘરે આવી ત્યારે દીકરીને લોહીથી લથપથ હાલતમાં જોઈને ચોંકી ગઈ હતી. દીકરીના મોઢા અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ દરમિયાન તેનો પતિ પણ ઘરે જ હતો. બન્ને જણ દીકરીને હોસ્પિટલ લઈ ગયાં હતાં. પરંતુ ડોક્ટેર દીકરીને મૃત જાહેર કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દીકરીની માતાને પતિ પર શંકા હતી. જ્યારે દીકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ બાદ ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પતિ નો ડીએનએ ટેસ્ટ કર્યું ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટે નરાધમી પિતાને ફાંસીની સજા ફટકારીને દીકરીને ન્યાય અપાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *