
FBI દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં સિરિયસ ક્રાઈમનું પ્રમાણ ઘટી રહ્યું છે. ૨૦૨૪ના આ રિપોર્ટમાં જણાવાયા અનુસાર દેશમાં હિંસક ગુનાખોરીમાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ રિપોર્ટમાં ૧૬,૦૦૦ અલગ-અલગ એજન્સી પાસેથી મળેલા ડેટાને આવરી લેવાયો હતો તેમજ તેમાં અમેરિકાની ૯૫ ટકા વસ્તી પણ કવર થઈ જાય છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે હત્યા તેમજ જીવલેણ હુમલા જેવા ગુનામાં ૧૪.૯ ટકાનો ઘટાડો થયો છે જ્યારે રોબરીના કેસમાં નોંધાયેલો ઘટાડો ૮.૯ ટકા જેટલો થાય છે, આ ઉપરાંત દુષ્કર્મના કેર ૫.૨ ટકા ઘટ્યા છે જ્યારે મારામારી અને અસોલ્ટના ગુનામાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સિવાય પ્રોપર્ટી ક્રાઈમ પણ ૨૦૨3ની સરખામણીએ ૮.૧ ટકા જેટલા ઓછા થયા છે અને ડ્રેટ ક્રાઈમમાં દોઢ ટકાનો ઘટાડો થયો હોવાનું પણ એજન્સીએ જણાવ્યું છે. યુએસમાં ક્રાઈમમાં ઘટાડો ભē થયો હોય પરંતુ હજુય તેનું પ્રમાણ ઘણું ઉંચું છે, મતલબ કે દેશમાં ૨૦૨૪માં દર ૨૫.૯ સેકન્ડે એક હિસક ગુનો બન્યો હતો જ્યારે દર ૫.૩ સેકન્ડે એક પ્રોપર્ટી ક્રાઈમ નોંધાયો હતો.
૨૦૨૪માં અમેરિકામાં ૨,૦૫,૯૫૨ રોબરી થઈ હતી, ૨૦૨૩ની સરખામણીએ આ આંકડો ૮.૯ ટકા જેટલો ઓછો છે જ્યારે ૨૦૨૦ની સરખામણીએ તેમાં ૧૨.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪માં થયેલી રોબરીમાં ૪૭ ટકા કેસમાં ભારે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ૩૨.૧ ટકા કેસમાં ફાયરઆર્મ્સનો ઉપયોગ થયો તો અને ૮.૮ ટકા રોબરીમાં ચાકૂ જેવા હથિયારનો ઉપયોગ કરાયો હતો.
આ સિવાય ૨૦૨૪માં અલગ-અલગ ક્રાઈમમાં અરેસ્ટ થનારા લોકોની સંખ્યા ૭૫,૨૨,૮૨૪ નોંધાઈ હતી જેમાંથી ૪.૧૯ લાખ લોકો હિસક ગુનાખોરીમાં અને ૯.૧૦ લાખ લોકો પ્રોપર્ટી ક્રાઈમમાં પકડાયા હતા. તો બીજી તરફ, સૌથી વધુ લાખ લોકો ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયા હતા જેમનો અમેરિકામાં ૨૦૨૪માં એન્ટી-હિન્દુ ફેટ ક્રાઈમના ૨૬ કેસ નોંધાયા હતા.
એફબીઆઈના રિપોર્ટથી ટ્રમ્પના દાવા સામે પણ સવાલો ઉભા થયા છે કારણકે ચૂંટણી પ્રચાર દરમિયાન તો ટ્રમ્પે પોતાના એકેએક ભાષણમાં એવું કહ્યું હતું કે અમેરિકામાં ગુનાખોરીએ માઝા મૂકી છે અને તેના માટે ઈલીગલ ઈમિગ્રન્ટ્સ જવાબદાર છે. એફબીઆઈએ પોતાના રિપોર્ટમાં એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે કે ગુનાખોરીના આંકડા ભલે ઘટ્યા હોય પરંતુ ૨૦૨૪ દરમિયાન ફરજ દરમિયાન મોતને ભેટેલા પોલીસ ઓફિસર્સની સંખ્યામાં વધારો થયો છે. મતલબ કે ગત વર્ષે ૬૪ પોલીસ ઓફિસર્સને લાઈન ઓફ ડ્યૂટી વખતે જીવ ગુમાવવો પડ્યો હતો.