સુરતમાં મોડી રાતે સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા હતાં. રૂપિયા 40,000 લાંચ લેતા વડોદરા ACB પોલીસે ઝડપી પાડ્યા હતાં. આરોપીઓને માર નહીં મારવા અને વહેલા જામીનમુક્ત કરવા માટે લાંચ માગી હતી. વડોદરા ACB પોલીસે આરોપી PSI એમ.જી. લીંબોલાને ડિટેઇલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો
આ ગુનાની તપાસ આ કામના આરોપી કરી રહેલા હતા. આ ગુનાના કામે આરોપીને નહીં મારવા અને વહેલા જામીન ઉપર મુક્ત કરવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી.
છટકામાં ઝડપાયો આરોપી
40 હજાર રૂપિયાની લાંચ ફરિયાદી આપવા માંગતા નહોતા. જેથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. વડોદરા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કર્યો હતો.