ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ફુસ્સ! ધમકી બાદ તરત ભારતને થયા બે મોટા લાભ, આફત અવસર બન્યો

Spread the love

 

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ભારત પર પહેલા લગાવેલા 25% ટેરિફમાં વધારો કરીને હવે તેને 50% કરી દેવાયું છે. આની મોટી અસર ગુરુવારના રોજ શેર બજારમાં જોવા મળી હતી. આજે માર્કેટ ઓપણ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીઆ બંને ઇંડેક્સ ઘટાડા સાથે રેડ ઝોનમાં ખૂલ્યા, BSEમાં 30 શેર વાળા ઇંડેક્સમાં ખૂલતાની સાથે જ 250 પોઈન્ટનો કડાકો નજર આવ્યો અને અચાનક જ તે રિકવરી મોડમાં પણ નજર આવવા લાગ્યો.

નિફ્ટીની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. જો કે ટ્રમ્પના ટેરિફનો ડર માત્ર બજારમાં જ નહીં પરંતુ ઇંડિયન કરન્સી રૂપિયા પર પણ તેની અસર દેખાઈ. તે ડોલરના સામે ઘણો સ્ટ્રોંગ ઓપણ થયો. INR (Indian Rupee) USD (US Dollar) ની તુલનામાં 3 પૈસાના વધારા સાથે 87.69 પર ખૂલ્યો.

ટ્રમ્પ ટેરિફના ડરની અસર

ટ્રમ્પના ભારત પર ટેરિફના વધારા પછી શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. સેંસક્સ છેલ્લે 80543.99 પોઈન્ટ પર બંધ થયો હતો તેની સામે આજે 80262 પર ઘટાડા પછી ઓપન થયો. પરંતુ થોડી જ મિનિટોમાં તે ફરી રિકવરી મોડમાં આવી ગયો અને થોડી જ મિનિટોમાં ટ્રમ્પના ટેરિફ ડરને બેઅસર કરીને તે 80421 પર ટ્રેડ કરવા લાગ્યો. નિફ્ટી પણ સેન્સેક્સના પગલે ચાલી રહી છે અને તે પણ છેલ્લે 24574 પોઈન્ટ પર બંધ થયા પછી થોડા ઘટાડા સાથે 24464 પર ખૂલ્યું અને અચાનક 24542 પર પહોંચ્યું. આ જોઈને એવું લાગી રહયું છે કે Trump Tariff ની કોઈ નેગેટિવ અસર માર્કેટમાં દેખાઈ રહી નથી.

1433 શેરમાં ઘટાડો

શેર માર્કેટ ખૂલતાની સાથે જ 751 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો અને શેર માર્કેટની લાલ નિશાન પર શરૂઆત હતી તો બીજી તરફ 1433 કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડા સાથે તેણે લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યો. આ ઉપરાંત 150 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. શરૂઆતના કારોબારમાં જે શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં Kotak Mahindra Bank, Tata Steel, SBI, Coal India અને Jio Financialનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે શેર ટ્રમ્પ ટેરિફ પછી પણ ઊભરતા નજર આવી રહ્યા છે તેમાં Hero MotoCorp, Cipla, Bajaj FinServ, Maruti Suzuki, JSW Steel નો સમાવેશ થાય છે.

એક્સપર્ટ પણ નહિવત અસર વિશે કરી રહ્યા છે અનુમાન

શેર બજાર એક્સપર્ટ પણ અનુમાન લગાવી રહ્યા છે કે 50% ટેરિફની નહિવત અસર માર્કેટ પર દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બજાર હવે ટ્રમ્પ ટેરિફના ઉતાર-ચઢાવને પૂરી રીતે સમજી ચૂક્યું છે અને બજારમાં આ કડાકો પણ સીમિત રહેશે જેની પાછળનું એક મોટું કારણ ભારતીય બજારે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ જોઈ છે તે છે.

કર્મચારીઓના પગારમાં 80 ટકાનો વધારો, પણ 12,000 લોકોની જશે નોકરી, આ મોટી કંપનીનું એલાન

આ શેરમાં તેજી

બજારમાં શેરની ચલ પર નજર કરીએ તો ટેરિફના ડરથી બેઅસર લાર્જકેપ કંપનીઓમાં સામેલ ITC, Titan, Trent વગેરે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. આ ઉપરાંત મિડ કેપ કેટેગરીના Lupin Share (4.50%), Torrent Power Share (2%), Coforge Share (1.95%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. સ્મોલ કેપ કંપનીમાં Rain Share (10.25%), ITI Ltd Share (6.65%), Kirlosker Brothers Share (5.75%), Data Matics Share (5.52%) ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *