અમદાવાદ મહાનગરપાલિકાને ૧૯૯મું અર્બન ફોરેસ્ટ/ઓક્સિજન પાર્ક મળશે : અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ૮ ઓગસ્ટના રોજ અર્બન ફોરેસ્ટ/ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ

Spread the love

મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ અંતર્ગત ૨૬ લાખથી વધુનું વૃક્ષારોપણ : વૃક્ષારોપણ ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬ ટકા સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી

અમદાવાદ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.

આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ અવસરે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે.
ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ ઉપાડ્યું છે.

મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી ૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૭,૧૧,૪૪૩ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬.૭૭ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિ તેમજ પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ થકી અત્યાર સુધીમાં ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો, પૂર્વ ઝોનમાં ૫૮, પશ્વિમ ઝોનમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૨૯, દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૩૨ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ એમ થઇને કુલ ૧૯૮ ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કુલ ૩૧૦ પબ્લિક ગાર્ડન આવેલા છે, જેમાં મધ્ય ઝોનમાં ૧૯, પૂર્વ ઝોનમાં ૩૦, પશ્વિમ ઝોનમાં ૮૨, ઉત્તર ઝોનમાં ૪૦, દક્ષિણ ઝોનમાં ૪૦, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૬૮ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ પબ્લિક ગાર્ડનનો સમાવેશ થાય છે.

અમદાવાદના બગીચા ખાતા દ્વારા છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧ કરોડથી વધુનું વૃક્ષારોપણ કર્યું છે.

છેલ્લાં ૬ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૫૮,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨૦,૦૬૧,૯૦, ૨૦૨૪-૨૦૨૫માં ૩૦,૧૩,૧૫૧ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ ચલાવ્યું છે. મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી ૬ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૬,૫૦,૦૦૬ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.

આ મિશન અંતર્ગત તળાવ કિનારા, કેનાલ પાટા, રેલ્વે કોરિડોર, મ્યુનિસિપલ બાગ, શૈક્ષણિક કેમ્પસ, શાસકીય સંકુલ, રોડ સાઇડ અને સેન્ટ્રલ વર્જ જેવા વિવિધ સ્થળોએ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો એક મહત્તવપૂર્ણ માઇલસ્ટોન દક્ષિણ અમદાવાદમાં પ્રાપ્ત થયો છે, જ્યાં ઘન કચરો નાખવાના પ્લોટ અને મૃત પ્રાણીઓના કાટમાળના ડંપિંગ સાઇટ જેવી પર્યાવરણને પડકારરૂપ અને અવ્યવસ્થિત જમીનોને સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત કરીને હરીયાળા વિસ્તારોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જે સ્થાનિક પ્રજાતિઓ વડે ઘન અને ઝડપી વૃદ્ધિ ધરાવતા વનો સર્જે છે, જે ટૂંકા સમયમાં રહેઠાણ અને જૈવ વિવિધતાનો વિકાસ કરે છે. તમામ પ્લાન્ટેશન જીયોટેગિગ દ્વારા મોનિટર થાય છે અને સ્થાનિક પ્રજાતિઓના વાવેતર પર વિશેષ ભાર આપવામાં આવે છે.

આ વિશાળ અભિયાન માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક ઝોનમાં બોરવેલ સુવિધા, ટ્રેક્ટર અને JCB જેવી મશીનરી ઉપલબ્ધ છે. દરેક પ્લોટ માટે એક વર્ષનું જાળવણી આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી રોપાયેલાં વૃક્ષોની લાંબા ગાળે સંભાળ અને વૃદ્ધિ સુનિશ્ચિત થઇ શકે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કુલ ૩૧૦ પબ્લિક ગાર્ડન આવેલા છે, જેમાં મધ્ય ઝોનમાં ૧૯, પૂર્વ ઝોનમાં ૩૦, પશ્વિમ ઝોનમાં ૮૨, ઉત્તર ઝોનમાં ૪૦, દક્ષિણ ઝોનમાં ૪૦, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૬૮ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ પબ્લિક ગાર્ડનનો સમાવેશ થાય છે.

અમદાવાદના બગીચા ખાતા દ્વારા છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧ કરોડથી વધુનું વૃક્ષારોપણ કર્યું છે. છેલ્લાં ૬ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૫૮,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨૦,૦૬૧,૯૦, ૨૦૨૪-૨૦૨૫માં ૩૦,૧૩,૧૫૧ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.દેશના એકમાત્ર શહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી સેવા એપ (AMC Seva App) મારફતે પ્લાન્ટેશન ઓન ડિમાન્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શહેરીજનો વડ, પીપળો, લીમડો, બોરસલ્લી, ગુલમહોર જેવી ૨૦થી વધુ જાતો પૈકી પોતાની પસંદગીના વૃક્ષ પોતાના ઘરે લગાવી શકે છે. એએમસી સેવા એપ મારફતે વ્યક્તિગત મહત્તમ ૫ (પાંચ), સોસાયટીમાં મહત્તમ ૧૦ (દસ), કોર્પોરેટ સંસ્થા મહત્તમ ૨૫ (પચ્ચીસ) તેમજ ઇન્સ્ટિટ્યુટ મહત્તમ ૫૦ (પચાસ) વૃક્ષોની માંગણી કરી શકે છે. આમ, વધુમાં વધુ શહેરીજનો આ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં જોડાય તેવી અપીલ પણ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા સૌ નગરજનોને કરવામાં આવી છે.

શું છે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિ તેમજ પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ થકી અત્યાર સુધીમાં ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો, પૂર્વ ઝોનમાં ૫૮, પશ્વિમ ઝોનમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૨૯, દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૩૨ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ એમ થઇને કુલ ૧૯૮ ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *