અમદાવાદ
આગામી ૧૩મી ઓગસ્ટના રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે ૭૯ મા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૩મી ઓગસ્ટ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રભારીમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયરશ્રી પ્રતિભાબેન જૈન, શહેર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ કમિશ્નરશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, શહેર સંગઠન પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ વિવિધ સમાજના આગેવાનશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ અને અનેક દેશભક્ત લોકો હજારોની સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાશે જેનો અંદાજિત રૂટ ૧.૫ કિલોમીટર છે.રામજી મંદિર રૂટ ઉપર રોશની બેનરો દેશભક્તિના ટેબલો અલગ અલગ સ્ટેજ ઉપર વિવિધ કલાકારોની ઝાંખીઓ મૂકવામાં આવશે. રંગબેરંગી રોશની કરવામાં આવશે.
૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા તમામ શહીદ સ્મારકોને રોશની કરવામાં આવશે. તદ્ઉપરાંત ૧૪મીએ સાંજે મહાનગરના ૦૭ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દેશ-ભક્તિના ગીતો અને મહાનગરપાલિકા દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ નંબરે સ્વચ્છતા સંદર્ભે નાટક કાર્યક્રમો કરવામાં આવશે.શહેરમાં ઘરે ઘરે કુલ ૦૮ લાખ ઝંડાનું વિતરણ કરવામાં આવશે.

