તા – ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ પી. આર ઠક્કર વિદ્યા વિહાર, મગોડી ખાતે
ગાંધીનગર જિલ્લાની કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં “હર ઘર તિરંગા”કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત તમામ સ્પર્ધકો તથા કલાકારો ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા હતાં. ઉપસ્થિત તમામને આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સેલ્ફી લઈ હર ઘર તિરંગા પોર્ટલ પર અપલોડ કરવાનો અનુરોધ કર્યો હતો.


