રક્ષાબંધન પર્વ નિમિત્તે વતને જવા રવાના, અમદાવાદ ઈસ્કોન બ્રિજ નીચે લોકોની ભીડ જામી.. આમાંથી કેટલા ભાઈ કે બહેન આવ્યા તે ગણવું મુશ્કેલ!…
રક્ષાબંધન પર્વને લઈને લોકો વતને જવા કેટલા ઉત્સાહી છે તે આ તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કારણ કે આપણા દેશમાં રજા હોય ત્યારે જ તહેવાર આવે અને જેનો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળે તે આ તસવીર પરથી જાણી શકાય છે.
વાસ્તવમાં આ તસવીર જોઈને તમે પણ ચોંકી જશો હાલ રક્ષાબંધન પર્વ નિમિત્તે વતને જવા લોકો રવાના થઈ રહ્યા છે ત્યારે શુક્રવારે રાત્રે ૧૦:૦૦ થી ૧૧:૦૦ ની આસપાસ ના સમયે અમદાવાદના ઈસ્કોન બ્રિજ નીચે રક્ષાબંધન પર્વ નિમિત્તે વતને જવા લોકો રવાના થઈ રહ્યા છે અહી લોકોની ભીડ જામી.. અને આમાંથી કેટલા ભાઈ કે બહેન આવ્યા તે ગણવું મુશ્કેલ છે, પણ હા આ બધી બસો સૌરાષ્ટ્રના જિલ્લા જેવા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર ની બસો માં ઘેટા બકરા ની જેમ લોકો વતને જઈ રહ્યા છે, અહીં તપાસમાં એ સામે આવ્યું કે પ્રાઇવેટ બસમાં મુસાફરી કરતા લોકો વધુ પડતા ભાડા ખર્ચીને જઈ રહ્યા છે.



