બોગસ વિઝા બનાવી લોકો સાથે ઠગાઇ કરતા ૦૪ આરોપીની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

Spread the love

અમદાવાદ

એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે બોગસ સર્ટીફિકેટ્સ અને ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા ઇશ્યુ કરનાર ઓર્ગનાઈઝ્ડ ગેંગ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.બી.દેસાઇનાઓને બાતમી મળેલ કે, (૧) મયંક જીતેન્દ્ર ભારદ્વાજ રહે.૨૮, સીમરાજ સ્ટેટસ, કંસાર હોટેલ પાસે, કુડાસણ, ગાંધીનગર, (૨) તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર રહે.૮, ગૌરીપુજા સોસાયટી, નવા વાડજ, અમદાવાદ, (3) મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ તથા (૪) તબરેજ ગુલામ રસુલ કશ્મીરી તથા તેમના મળતીયા માણસોએ કેટલાક માણસોને લક્ઝમબર્ગ તથા અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપેલ છે.

જે આધારે પોલીસ અધિક્ષકશ્રી કે. સિદ્ધાર્થનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયનાઓની આગેવાનીમાં ટીમ બનાવેલ જેમાં પો.ઇન્સ.શ્રી પી.બી.દેસાઇ, પો.ઇન્સ.શ્રી કે.બી.દેસાઈ, પો.ઇન્સ.શ્રી વાય.જી.ગુર્જર તેમજ પો.સ.ઇ.શ્રી આર.આર ગરચરનાઓ સામેલ હતા. ઉપરોક્ત બાતમીના આધારે જાણવાજોગ દાખલ કરી (૧) મયંક જીતેન્દ્ર ભારદ્વાજ તથા (૨) તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર નાઓને એ.ટી.એસ. અમદાવાદ ખાતે હાજર રહેવા નોટીસ આપી બોલાવેલ હતા. બન્ને ઇસમોની પુછપરછ કરતા જણાવેલ કે તેઓએ મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ નાઓ મારફતે (૧) ભાવસાર હિમાંશુભાઇ રમેશચન્દ્ર પાસેથી રૂ.૯,૫૦,૦૦૦/ લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૧૨,૦૫,૨૦૨૫ થી તા.૦૯/૦૮ ૨૦૨૫ સુધીના વિઝા, (૨) પટેલ અર્ચિત કુમાર સંજયભાઇ પાસેથી રૂ.૮,૫૦,૦૦૦/ લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૧૨,૦૫૨૦૨૫ થી તા.૦૯/૦૮ ૨૦૨૫ સુધીના વિઝા, (૩) પટેલ નિલેષભાઇ વિરાભાઇ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/ લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૦૫,૦૬૨૦૨૫ થી તા.૦૨/૦૯૨૦૨૫ સુધીના વિઝા, (૪) પરમાર સંજયકુમાર જયંતીભાઇ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/ લઇ લક્ઝમબર્ગના તા.૦૫,૦૬૨૦૨૫ થી તા.૦૨ ૦૯૨૦૨૫ સુધીના વિઝા તથા (૫) સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગના લક્ઝમબર્ગના તા.૦૨/૦૬ ૨૦૨૫ થી ૩૦,૦૮ ૨૦૨૫ સુધીના વિઝા અપાવેલ હતા. જે વિઝાનું કામ મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ મુંબઇના તબરેજ શ્મીરી પાસે કરાવતો હતો.

ઉપરોક્ત (૧) ભાવસાર હિમાસું રમેશચંન્દ્ર, (૨) પટેલ અર્ચિત કુમાર સંજયભાઇ, (૩) પટેલ નિલેષભાઇ વિરાભાઇ, (૪) પરમાર સંજયકુમાર જયંતીભાઇ તથા (૫) સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગ નાઓના લગઝમબર્ગના વિઝાની ખરાઇ કરવા તપાસ કરાવતા લગઝમબર્ગની એમ્બેસી તરફથી જણાવવામાં આવેલ કે, ઉપરોકત તમામ ઇસમોના વિઝા સાચા નથી અને ન્યુ દિલ્હીની લક્ઝમબર્ગની એમ્બેસી તરફથી ઇશ્યુ કરવામાં આવેલ નથી. તેમજ ઉપરોક્ત ઇસમોએ અગાઉ શોર્ટ ટમ (બિઝનેશ) વિઝા મેળવવા એપ્લીકેશન કરેલ હતી જેના જોબ ઓફર ડોક્યુમેન્ટ્સ ખોટા જણાઇ આવતા તેઓની વિઝા અરજીઓ નામંજુર કરવામાં આવેલ હતી.

ઉપરોક્ત ઇસમોની વધુ પુછપરછ દરમ્યાન તેઓના મોબાઈલ ફોનમાંથી જાણવા મળેલ કે તેઓએ આ ઉપરાંત અન્ય ૩૯ ઇસમોને પણ લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવી આપેલ છે.

આમ ઉપરોક્ત (૧) મયંક જીતેન્દ્ર ભારદ્વાજ (૨) તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર (૩) મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ તથા (૪) તબરેજ ગુલામ રસુલ શ્મીરી નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે લક્ઝમબર્ગના ખોટા વિઝા બનાવી આપવાનું ગુનાહિત કાવતરૂ રચી (૧) હિમાંશુ રમેશચન્દ્ર ભાવસાર પાસેથી રૂ.૯,૫૦,૦૦૦/ (૨) અર્ચિતકુમાર સંજયભાઇ પટેલ પાસેથી રૂ.૧૨,૦૦,૦૦૦/ લઇ (૩ ) નિલેશભાઇ વિરાભાઇ પટેલ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/ લઇ (૪) સંજયકુમાર જયંતીભાઇ પરમાર પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/ લઇ તેઓને લક્ઝમબર્ગના વિઝાના ખોટા સ્ટીકરો પાસપોર્ટમાં લગાડી તેઓ તથા અન્ય ઇસમો સાથે ઠગાઇ કરેલ હોવાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ.

જે આધારે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે તા. ૦૭,૦૮૨૦૨૫ ના રોજ ફસ્ટ ગુ.ર.નં.૦૮ ૨૦૨ ૫ હેઠળ ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૧૮(૩), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૭, ૩૩૮, ૬૧ અને ૫૪ મુજબ ગુનો નોંધી સદર ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપી તબરેજ ગુલામ રસુલ કશ્મીરી સહિત અન્ય ૦૩ આરોપી (૧) મયંક જીતેન્દ્ર ભારદ્વાજ રહે.૨૮, સીમરાજ સ્ટેટસ, કંસાર હોટેલ પાસે, કુડાસણ, ગાંધીનગર, (૨) તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર રહે.૮, ગૌરીપુજા સોસાયટી, નવા વાડજ, અમદાવાદ, તથા (૩) મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ ની ગુનાના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ અન્ય ઈસમો અંગે સઘન તપાસ ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *