અમદાવાદ
બેંક ઓફ બરોડાએ શુક્રવાર, 8મી ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદમાં “MSME મેગા ડિસ્બર્સમેન્ટ કેમ્પ” નું સફળતાપૂર્વક આયોજન કર્યું, જે MSME સેક્ટરના વિકાસ અને ઉન્નતિ માટેની તેની પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપે છે. આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરતા MSME ગ્રાહકો તરફથી ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી.લાભાર્થીઓને વિવિધ મુખ્ય સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY), PM વિશ્વકર્મા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને અન્ય MSME-કેન્દ્રિત પહેલો હેઠળ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બેંકના જનરલ મેનેજર અને ઝોનલ હેડ, અમદાવાદ ઝોન, શ્રી અશ્વિની કુમાર, શ્રી જય સિંહ ચૌધરી (રિજિયોનલ હેડ, અમદાવાદ રિજન-૩) અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, પસંદગીના MSME ગ્રાહકોને ઔપચારિક રીતે મંજૂરી પત્રો અને વિતરણ દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ નાણાકીય સમાવેશને (Financial Inclusion) પ્રોત્સાહન આપવા અને MSME ના ઉદ્યોગસાહસિક ભાવનાને ટેકો આપવા માટે બેંકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ કેમ્પ MSME ગ્રાહકો સાથેના સંબંધોને મજબૂત કરવા અને તેમની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકની વિવિધ Products પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી.
