
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- મધ્યપ્રદેશમાં સંરક્ષણ ક્ષેત્રનું કેન્દ્ર બનવા માટેના તમામ ગુણો છે. તેમાં તમામ સંસાધનો છે. રાયસેનમાં માત્ર રેલ કોચ જ નહીં, પરંતુ વિવિધ રેલવે પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવશે. મધ્યપ્રદેશમાં બનેલા રેલવે કોચનો ઉપયોગ દેશભરની સ્પીડ ટ્રેનોમાં કરવામાં આવશે. મધ્યપ્રદેશનો ઔદ્યોગિક વિકાસ પણ દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું-“જે રાયસેનના ઉમરિયામાં 1800 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ રેલ કોચ ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આનાથી 5000 લોકોને રોજગાર મળશે. સંરક્ષણ ક્ષેત્ર દ્વારા મધ્યપ્રદેશમાં જે કંઈ પણ કરી શકાય છે, હું હંમેશા તૈયાર રહીશ”
કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- મધ્યપ્રદેશમાં કોચ ફેક્ટરીનું નિર્માણ રેલવેની ઇકો-સિસ્ટમને આગળ વધારશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસશીલ દેશ છે. કેટલાક લોકો એવા છે જેમને ભારતનો વિકાસ ગમતો નથી. તેઓ પોતાને દુનિયાના બોસ માને છે. તેઓ સમજી શકતા નથી કે ભારત આટલી ઝડપથી કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. ઘણા લોકો એવા પ્રયાસ કરે છે કે જો ભારતમાં બનેલી વસ્તુ બીજા દેશોમાં જાય તો તે દેશમાં બનેલી વસ્તુઓ કરતાં મોંઘી બને જેથી વિશ્વના લોકો તેને ખરીદી ન શકે. તેમણે કહ્યું કે આજે ભારત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, તે જોતાં એક દિવસ ભારત વિશ્વની એક મોટી તાકાત બનશે. રાયસેનના ઉમરિયામાં ભાષણ દરમિયાન કેન્દ્રીય રક્ષા રાજનાથ સિંહની જીભ લપસી ગઈ. તેમણે મુખ્યમંત્રીને ડૉ. મનમોહન યાદવ કહ્યા હતા. રાજનાથે કહ્યું- શિવરાજ સિંહે તેમના કાર્યકાળ દરમિયાન અહીં વિકાસની જે ગતિ આપી, એ જ કાર્યક્ષમતા અને ગતિ સાથે, આપણા મુખ્યમંત્રી ડૉ. મનમોહન યાદવ મધ્યપ્રદેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.
રાજનાથ પોતાના સંબોધનમાં કહ્યું કે “અમે ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છીએ છીએ. આનો અર્થ એ નથી કે કોઈ પણ અમારા પર હુમલો કરી શકે છે. જે કોઈ અમને ઉશ્કેરશે તેને અમે છોડીશું નહીં. જે બાદ તેમણે કહ્યું,”આજે ભારતનું અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપી ગતિએ લગભગ 6.5 ટકાના દરે વિકાસ પામી રહ્યું છે. આજે દેશનું અર્થતંત્ર મજબૂત અને ગતિશીલ બન્યું છે”. તે બાદ તેમણે વધુમાં કહ્યું,”આતંકવાદીઓએ પહેલગામમાં આપણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા. તેઓ માનતા હતા કે આપણે શાંતિથી બેસી રહીશું. અમે યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ કર્યો હતો. અમે નક્કી કર્યું હતું કે આપણે તેમને તેમના ધર્મના આધારે નહીં, પરંતુ તેમના કર્મના જોઈને મારીશું”. અને વધુમાં કહ્યું,”પહેલા આપણે બીજા દેશો પાસેથી સંરક્ષણ સાધનો ખરીદતા હતા. હવે આપણે દેશમાં આમાંથી ઘણી વસ્તુઓનું ઉત્પાદન જ નથી કરી રહ્યા પરંતુ 24 હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની સંરક્ષણ વસ્તુઓની નિકાસ પણ કરી રહ્યા છીએ”. જે બાદ તેમણે વધુમાં ઉમેર્યું કે,”મધ્યપ્રદેશ તેના કુદરતી સૌંદર્ય માટે સમગ્ર દેશમાં જાણીતું છે. હવે તે ઔદ્યોગિક વિકાસ માટે પણ જાણીતું બનશે. પરંતુ આપણે પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવું પડશે”. જેમાં વધુમાં કહ્યું”મધ્યપ્રદેશ ઉદ્યોગ ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મધ્યપ્રદેશમાં 30 લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે. મધ્યપ્રદેશ સરકારે 18 હજાર હેક્ટર ભૂમિ બેંક બનાવી છે. કનેક્ટિવિટી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે”.