
શહેરમાંથી નીકળતા રસ્તા પર નશો કરીને વાહન ચલાવનારાઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે ગતરોજ અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ઇનોવાકારનો ચાલક નશાની હાલતમાં પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. જેને રોકવાનો પ્રયાસ કરાયા બાદ પણ પોલીસના ઈશારા ને અવગણના કરીને નીકળી ગયો હતો. ત્યારબાદ પોલીસે ઇનોવા કારના ચાલકને બેરિકેટિંગ કરીને ઝડપી લીધો હતો.
અડાલજ પોલીસ મથકની ટીમ તારાપુર પાસે વાહન ચેકિંગ કર રહી હતી. તે દરમિયાન એક ઇનોવા કારચાલક તેની ગાડી પુરપાટ ઝડપે હંકારીને આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને તારાપુર પાસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે તેની કારણે ઉભી રાખી ન હતી અને આગળ નીકળી ગયો હતો.
તે દરમિયાન પોલીસે આગળ રહેલી તેમની ટીમને સૂચનાઓ આપી બેરિકેટિગ કરીને કાર ચાલકને ઉભો રાખ્યો હતો. જેમાં કારચાલક વિરેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ (રહે સુથારવાસ પેથાપુર ગાંધીનગર. મૂળ રહે, વલાસણા ઇડર સાબરકાંઠા)ને પકડી લીધો હતો. જેમાં કારચાલક ફુલ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે આકાર બહાદુર સિંહ નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે નશાની હાલતમાં પુરપાટ ઝડપે ઇનોવા કાર હંકારના ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા સમય પહેલા પણ બીએસએનએલ પાસે એક સ્વિફ્ટ કારના ચાલકે નશાની હાલતમાં બ્રેઝા કારને ટક્કર મારી હતી, જેમાં મોટું નુકસાન થયું હતું. ત્યારે શહેરમાં નશો કરીને પાટ ઝડપે વાહન હંકારના ચાલકો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી લોકમાંગ થઈ રહી છે.