
ઉચ્ચ મધ્યમ વર્ગીય વરોમાં રિવર્સ ઓસ્મોસીસ- આર.ઓ. મશીન દ્વારા સુહ થતાં પાણીનો ઉપયોગ થાય છે. આ પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે, એવો વેટેસ્ટ રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યૂ એચ ઓ દ્વારા જારી કરાયો છે. જે આપણા સૌની આંખો બોલનારો છે.
આર.ઓ. પાણીથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિવમ અને મિનરલ્સ મોટા પ્રમાણમાં ઓછા થઈ જાય છે. કેશિયમનું પ્રમાણ ઘટવાથી ઓસ્ટિયોપાઈરોસીસ પાને હાડકાં નબળાં પડવાની, હાડકાંને નુકસાન થવાની, વાળ ઓછા થવાની તેમજ ડિપ્રેશનમાં સરી પડવાની બીમારી સર્જાય છે, જયારે મિનરલ્સ લોસ થવાથી ડાયાબિટીસ, ઈન્સોમનિયા વાને ઊવને લગતી બીમારી, હાયપરટેન્શન તથા ઓસ્ટિયોપાઇરોસીસ જેવા રોગોનો શિકાર બનવું પડે છે. ડબ્લ્યુએચઓનો આ રિપોર્ટ ભારતીય સેનાના મેડિકલ જર્નલમાં પણ પસિદ્ધ કરાયો છે.
આ રિપોર્ટ કહે છે કે, ભારતમાં મોટા પ્રમાણમાં આર.ઓ. પાણીનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું છે. આર.ઓ. પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે, કારણ કે એનાથી શરીરમાં ઓછા થતા વિટામિન ડી- કેલ્શિયમની ભરપાઈ બીજા આહાર દ્વારા પણ થઇ શકતી નથી.