ભાટમાં 25 MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત

Spread the love

 

 

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ભાટ ખાતે 25 એમએલડી ક્ષમતા ધરાવતો અદ્યતન સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો છે. આ પ્લાન્ટ આગામી પાંચ વર્ષ સુધી તેની મરામત અને નિભાવણી સાથે કાર્યરત રહેશે.
અગાઉ, ગાંધીનગર મનમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો જેવા કે સુઘડ, ભાટ, કોટેશ્વર, અમીયાપુર ગામતળ અને વિવિધ ટી.પી. વિસ્તારોમાં સીવરેજ નેટવર્ક અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અભાવ હતો. આના કારણે રહેવાસીઓના શૌચાલયનું ગંદુ પાણી ખુલ્લામાં અથવા ખાળકૂવામાં ઠલવાતું હતું, જે પર્યાવરણને પ્રદૂષિત કરવા ઉપરાંત રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ બની શકતું હતું. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે રૂ.34.41 કરોડના અંદાજ સામે રૂ.30.97 કરોડના ખર્ચે આ અત્યાધુનિક STPનું નિર્માણ કરાયું છે.
આ વિસ્તારોના ગંદા પાણીને ખુલ્લામાં વહેતું અટકાવી, SBR (Sequencing Batch Reactor) ટેકનોલોજી દ્વારા વૈજ્ઞાનિક ઢબે શુદ્ધ કરીને તેનો સુરક્ષિત રીતે નિકાલ કરાઈ રહ્યો છે. આ પ્લાન્ટમાં અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરાયો છે.
તેમાં પ્રાથમિક ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ (SBR ટેકનોલોજી), ક્લોરીન કોન્ટેક્ટ ટેન્ક, સ્લજ હેન્ડલિંગ યુનિટ, PLC ઓટોમેશન અને અન્ય આવશ્યક ઈલેક્ટ્રો-મિકેનિકલ સાધનોનો સમાવેશ થાય છે. આધુનિક તકનીકો સુનિશ્ચિત કરે છે કે પાણીનું શુદ્ધિકરણ વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી રીતે થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *