સરકાર હવે આ મામલે સતર્ક બની છે અને દેશમાં આત્મનિર્ભરતા લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિદેશમાં રેર અર્થ એસેટ્સ ખરીદવાનો વિકલ્પ પણ સમાવિષ્ટ છે. આ જ પ્રયાસના ભાગરૂપે સરકાર આ વિકમાં ખનન કાયદામાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેનો મુખ્ય હેતુ વિદેશોમાં જરૂરી ખનિજ સંપત્તિઓ ખરીદવા માટે ફંડિંગની વ્યવસ્થા કરવી છે.
નવુ બિલ સંસદમાં રજૂ થશે
સરકારના એક ઉચ્ચ અધિકારીએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે આ પ્રસ્તાવને આંતરિક મંજૂરી મળી ગઈ છે. ખનિજ અને ખનન અધિનિયમમાં સુધારા લાવતું બિલ સંસદમાં સોમવારે રજૂ થઈ શકે છે. સરકારનો ઉદ્દેશ છે કે વિદેશી સંપત્તિઓની ખરીદી માટે નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટમાં જમા થયેલા ફંડનો ઉપયોગ કરવામાં આવે. હાલ આ ટ્રસ્ટમાં ₹6,000 કરોડથી વધુ રકમ જમા છે, જે ખનન લીઝધારકો પાસેથી રોયલ્ટીના 2% રૂપે લેવામાં આવી છે.
ટ્રસ્ટનું નામ બદલાશે
પ્રસ્તાવ મુજબ ટ્રસ્ટના નામમાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે તેમાં વિકાસ શબ્દ ઉમેરવામાં આવશે, જેથી જાણવા મળે કે હવે ટ્રસ્ટ વિદેશી ખનિજોની શોધ, અધિગ્રહણ અને વિકાસમાં પણ કાર્યરત રહેશે. હેતુ છે જરૂરી ખનિજોની સપ્લાય વધારવી. છેલ્લી વાર આ કાયદામાં 2023માં સુધારા કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે આ સુધારાથી જરૂરી ખનિજ કાચા માલની ઉપલબ્ધતા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
નિયમોમાં વધુ સરળતા
પ્રસ્તાવિત સુધારાથી રાજ્યોને અધિકાર મળશે કે તેઓ લીઝ વિસ્તારમાં ભેગા થયેલા ખનિજને વધારાની રકમ લઇને વેચવાની મંજૂરી આપી શકે. નિયમોને સરળ બનાવવા માટે કેટલીક અન્ય ભલામણો પણ કરવામાં આવી છે. જેમ કે, જો કોઈ નવા પ્રકારના ખનિજ મળે તો તેને હાલના ખનન લાઈસન્સમાં સામેલ કરી શકાય. આવું જ કોઈ પાસે ડીપ-સીટેડ મિનરલ માટે લાઈસન્સ હોય તો તે આજુબાજુના વિસ્તારોને લાઈસન્સમાં સામેલ કરવાનો અરજદાર બની શકે છે.