
ઓપરેશન સિંદૂરમાં હાર ભોગવ્યા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ભારત વિરુદ્ધ તેનો બકવાસ અને ધમકીભર્યા નિવેદનો સતત ચાલુ જ છે. પહેલા પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે પરમાણુ હુમલાની ધમકી આપી અને હવે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો સિંધુ નદી જળ સંધિને લઈને યુદ્ધની ધમકી આપી છે.
સિંઘ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું જો ભારત સિંધુ સમજોતાને પુનઃ સ્થાપિક નથી કરતુ તો તે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સિંધુ સભ્યતા પર સીધો હુમલો છે.
તેમણે દાવો કર્યો કે ભારતની જળ નીતિ આક્રમક છે અને તે પાકિસ્તાનને પાણીથી વંચિત કરવાની યોજના ધરાવે છે. બિલાવલે કહ્યું કે પાકિસ્તાનના લોકો પાસે યુદ્ધની સ્થિતિમાં ભારતનો સામનો કરવાની શક્તિ છે અને જો એવી સ્થિતિ આવે તો પાકિસ્તાન તેના તમામ છ નદીઓ પર પોતાનો અધિકાર પુનઃસ્થાપિત કરશે.
આ પહેલા ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં નિવાસી પાકિસ્તાની સમુદાયને સંબોધિત કરતાં પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે કહ્યું હતું કે જો ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધ થાય અને તેમનું અસ્તિત્વ સંકટમાં મૂકાય તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરવા માટે તૈયાર છે. મુનીરે કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાન તરફના જળપ્રવાહને અટકાવવાનો પ્રયાસ કરશે. તો ઇસ્લામાબાદ ભારતીય આધારભૂત ઢાંચાને નષ્ટ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુનીરે કહ્યું હતુ કે અમે એક પરમાણુ શક્તિ ધરાવતું રાષ્ટ્ર છીએ. જો અમને લાગશે કે અમે નાશ પામી રહ્યાં છીએ તો અમે અમારી સાથે સાથે અડધી દુનિયાને પણ તબાહીના રસ્તે લાવી દઇશુ.