
દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ આ મહિનાના અંતે 25મી ઓગસ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વોશિંગ્ટનની મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ પરમાણુ હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયા અને અન્ય ખતરાઓના સંદર્ભમાં વેપાર તથા રક્ષણ સહકાર પર ચર્ચા કરવાનો છે.
મહત્વનુ છે કે દક્ષિણ કોરિયાએ 100 અબજ ડોલરની અમેરિકી ઊર્જાની ખરીદી અને 350 અબજ ડોલરનું રોકાણ કરવાની સહમતિ આપી છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં સેમિકન્ડક્ટર, બેટરી અને જહાજ નિર્માણ જેવા મુખ્ય ઉદ્યોગોમાં સહકાર વધારવા અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠક 25મી ઓગસ્ટે યોજાવા જઇ રહી છે. જેમાં વોશિંગ્ટને દ. કોરિયા પર લાગુ કરાયેલા પરસ્પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો અને દ. કોરિયાની કાર પર પણ સમાન દર લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. દ. કોરિયાની કાર અમેરિકા માટે સૌથી મોટો નિકાસ માલ છે.
લી જે મ્યુંગે જણાવ્યુ કે, દક્ષિણ કોરિયાએ દક્ષિણ કોરિયાએ અમેરિકામાં 100 અબજ ડોલરની ઊર્જા ખરીદવા અને ત્યાં 350 અબજ ડોલરનું રોકાણ કરવાની સંમતિ આપી છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં સેમિકન્ડક્ટર, બેટરી અને શિપબિલ્ડિંગ જેવા મુખ્ય ઉદ્યોગોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.આ બેઠક સિયોલમાં એ ચિંતા વચ્ચે છઇ રહી છે કે ટ્રમ્પ પ્રશાસન દક્ષિણ કોરિયામાં અમેરિકી સૈનિકોની ઉપસ્થિતિ માટે વધુ પૈસાની માંગ કરીને દશકો પહેલાનું ગઠબંધન હલાવી શકે છે અને સંભવતઃ તેને ઓછું કરવાની દિશામાં પગલું ભરી શકે છે. કારણ કે વોશિંગ્ટન ચીન પર વધુ ધ્યાન આપી રહ્યો છે.
પોતાના પહેલા કાર્યકાળથી ટ્રમ્પ સતત દ.કોરિયાથી પોતાના સીમા સુધી તૈનાત 28,500 અમેરિકી સૈનિકો માટે વધુ ચુકવણીને લઇને વાત કરતા આવ્યા છે.રક્ષા ડેપ્યુટી સેક્રેટરી એલ્બ્રિજ કોલ્બી સહિતના ટ્રમ્પ પ્રશાસનના મુખ્ય અધિકારીઓના તાજેતરના નિવેદનોએ પણ ગઠબંધનની પુનઃ રચનાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ દ્રષ્ટિકોણ દક્ષિણ કોરિયામાં અમેરિકી સૈનિકોની સંખ્યા અને ભૂમિકા બંનેને અસર કરી શકે છે.