
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે રશિયા-યુક્રેનના મામલા પર શિખર સંમેલન થવા જઇ રહ્યુ છે. આ પહેલાં જ યુરોપીય સંઘના નેતાનું એક નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદનથી યુરોપના નેતાઓએ યુક્રેનના પક્ષમાં મોરચો માંડ્યો છે. શુક્રવારે અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર વાર્તા થવા જઇ રહી છે. જેની આખી દુનિયાની નજર છે. આ પહેલાં જ યુરોપના નેતાઓએ યુક્રેનના પક્ષમાં મોરચો ખોસ્યો છે. જેનાથી ટ્રમ્પનો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને લઇને ઉકેલ લાવવા વાળો પ્લાન ઉલટો પડી શકે છે. યુરોપના નેતાઓએ એક નિવેદન આપ્યુ છે કે યુક્રેનના લોકોને પોતાનુ ભવિષ્ય નક્કી કરવા માટે સ્વતંત્રતા હોવી જોઇએ.
નેતાઓએ કહ્યુ કે, અર્થપૂર્ણ વાટાઘાટો ફક્ત યુદ્ધવિરામ અથવા દુશ્મનાવટમાં ઘટાડોના સંદર્ભમાં જ થઈ શકે છે.અમારો વિશ્વાસ છે કે આનુ એક જ રાજનીતિક સમાધાન છે અને એ છે કે યુક્રેન અને યુરોપના મહત્વપૂર્ણ સુરક્ષાના હિતોની રક્ષા થાય. યુરોપના નેતાઓ વચ્ચે આ વાત પર સોમવારે જ સહમતિ સધાઇ અને મંગળવારે તેને પ્રકાશિત કરવામાં આવ્યુ. હંગરી સિવાયના યુરોપિયન સંઘના સદસ્ય દેશોના નેતાઓએ આને સમર્થન આપ્યુ છે. પુતિન અને ટ્રમ્પની શિખર વાર્તાથી યુરોપ અને યુક્રેન બંને ચિતિંત છે. તેમને ડર છે કે ટ્રમ્પ સાથે વાતચીતમાં પુતિન પોતાના માટે રાહત મેળવી લેશે અને યુરોપ, યુક્રેન વગર શાંતિ સમજોતાની રૂપરેખાનો નિર્ણય કરી શકે છે. હાલ એ બાબતે કોઇ જ સ્પષ્ટ માહિતી નથી યુક્રેન બેઠકમાં ભાગ લેશે કે કેમ?