ગાંધીનગરના રૂપાલ-સરઢવ-ધમાસણા માર્ગ માટે 27.90 કરોડ રૂપિયાની સરકારની મંજૂરી

Spread the love

 

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે. રાજ્ય સરકારે રૂપાલ-સરઢવ-ધમાસણા રસ્તાને 10 મીટર પહોળો કરવા માટે રૂ. 27.90 કરોડની રકમ મંજૂર કરી છે. આ કામગિરી માટે ઉત્તર વિધાસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ ઘ્વારા સરકારમાં રજુઆત કરવામા આવી હતી.
રૂપાલ-સરઢવ-ધમાસણા રસ્તાનું વિસ્તરણ કરાશે:
આ પ્રોજેક્ટમાં બે મુખ્ય કામગીરી હાથ ધરાશે. પ્રથમ રૂપાલ-સરઢવ-ધમાસણા રસ્તાનું વિસ્તરણ કરવામાં આવશે. બીજું રાંધેજાથી ધમાસણા સુધીના સ્ટેટ રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલની રજૂઆતના પગલે મંજૂર થયો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિસ્તારની જરૂરિયાતો રજૂ કરી હતી.
રહેવાસીઓને વાહનવ્યવહારની સરળ સુવિધા મળશે:
રીટાબેન પટેલે આ પ્રોજેક્ટની મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. આ પ્રોજેક્ટથી વિસ્તારના રહેવાસીઓને વાહનવ્યવહારની સરળ સુવિધા અને રાત્રિ દરમિયાન સલામત અવરજવર મળશે. મહત્વનું છે કે, છેલ્લાં ઘણાં લંબાઈ સમયથી સાંકળા રસ્તા ના કારણે વાહનચાલકો ટ્રાફિકની સમસ્યા ભોગવી રહ્યા હતાં. હવે આ રોડ પહોળો થવાં ની લીધે વહન ચાલકોને ટ્રાફિક સહિતની સમસ્યાથી છુટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *