એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનુ એલાન કર્યુ છે. અમેરિકાના આ ટેરિફને ઘટાડવા માટે હવે ભારત નવો રસ્તો શોધી રહ્યો છે. જે રશિયા પાસેથી આપણે ઓઇલ ખરીદી રહ્યા છે તેને લઇને વધુ 25 ટકા ટેરિફ ટ્રન્પે લગાવ્યો છે તેજ રશિયાના બજારો તરફ હવે ભારત દેખી રહ્યુ છે. અમેરિકાની સાથે ભારત માછલીઓનો વેપાર કરે છે.
અમેરિકાના બજારમાં જીંગા વેચવામાં આવે છે. પરંતુ, હવે અમેરિકાએ ટેરિફ પર જે વધારો કર્યો છે તેને લઇને વેપારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મત્સ્ય ઉદ્યોગ પર પડશે ગંભીર અસર
મહત્વનુ છે કે ભારત અમેરિકામાં માછલી અને સીફૂડ ઇમ્પોર્ટ કરે છે. ટેરિફને કારણે દેશના મત્સ્ય ઉદ્યોગ પર પડનાર ગંભીર પ્રભાવ વચ્ચે સરકારે સીફબૂડ્સ એક્સપોર્ટર્સને જીંગા અને માછલીઓને વૈકલ્પિક બજાર શોધવાની સલાહ આપી છે. કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી રાજીવરંજન સિંહે આ મામાલાને લઇને સીફૂડના એક્સપર્ટ્સ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યુ કે આપણે વર્તમાન પડકારનો હિંમતથી સામનો કરવો પડશે. વૈકલ્પિક બજારો ઉપલબ્ધ છે.
અન્ય દેશોનો વિકલ્પ શોધ્યો
ભારત પર વધુ ટેરિફ લગાવવાને કારણે મત્સ્ય ઉદ્યોગ પ્રભાવિત થશે. બજાર પર તેની વધુ અસર જોવા મળશે. મહત્વનુ છે કે ભારત અમેરિકાને ફ્રોઝન જીંગા અને પ્રોન્સ સપ્લાય કરે છે. સોમવારે થયેલી બેઠક એટલે મહત્વપૂર્ણ હતી કે અમેરિકા સિવાય ભારતના સીફૂડની સપ્લાય માટે રસ્તો શોધવામાં આવે.ભારતના સીફૂડ બિઝનેસ માટે વૈક્લ્પિક બજારોમાં યુરોપ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, યુકે સામેલ છે. સાઉથ કોરિયા પર વધુ ધ્યાન આપવામાં આવશે કારણ કે સાઉથ કોરિયામાં વધારે સીફૂડ ખાવામાં આવે છે.
નિકાસમાં થયો છે નોંધાપાત્ર વધારો
પશુપાલન મંત્રી રાજીવરંજન સિંહે કહ્યુ કે અમે જે વેપાર પર વધુ અસર પડી રહી છે. તે વેપારીઓને તે દિશામાં કામ કરવાની સલાહ આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ભારતની માછલી નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જે 30 હજાર કરોડ રૂપિયાથી બમણી થઈને 60 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.