ના હોય!… અમદાવાદ AMCએ પરષોત્તમ રૂપાલાને રાજ્યસભાના સાંસદ બનાવી દીધા!.. તંત્ર ઊંઘમાં છે કે શું?…

Spread the love

 

 

ગુજરાતમાં આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. સામાન્ય રીતે જે શહેરી વિસ્તારમાં કામ કરવાના હોય તે કામગીરી ક્યારેય કરવામાં જ આવી નહોય. સૌથી વધારે તો આ કામગીરી વાળા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનો ચર્ચામાં આવે છે. આ સાથે જ હવે વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચામાં આવી છે.
આ વખતે તો અમદાવાદ કોર્પોરેશને ખૂબ જ મોટો ભાંગરો વાટ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સરકારી કચેરીઓ હોય તેમાં ડાયરીઓ બનાવવામાં આવતી હોય છે. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વર્ષ 2025ની ડાયરી બહાર પાડી છે. અને આ જ ડાયરીમાં જે ભાંગરો વટવામાં આવ્યો છે. તે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડાયરીમાં અમદાવાદ-ગાંધીનગરના સાંસદો, ધારાસભ્યો, અને રાજ્યસભાના સાંસદોના નામ લખ્યા છે. પરંતુ પરષોત્તમ રૂપાલા તો અમદવાદના સાંસદ નથી અને તેના કરતા પણ વધારે તેઓ લોકસભાના સાંસદ છે. ન કે રાજ્યસભાના સાંસદ, એટલે મનપાના જે કર્મચારીએ આ યાદી તૈયાર કરી તે ખરેખર ઊંઘમાં હશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને એ પણ ખબર નથી કે પરષોત્તમ રૂપાલાને અમદાવાદ સાથે કંઈ લેવા દેવા નથી. તેઓ તો રાજકોટ લોકસભાના સાંસદ છે. અને તેમનું નામ અમદાવાદ મનપાની ડાયરીમાં લખનાર કર્મચારી તો ઊંઘમાં હશે પણ તેની સાથે આખું મનપાનું તંત્ર ઊંઘમાં છે. અને કોઈને આ મામલે જાણ જ ના થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *