Rain Alert: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને વરસાદના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની આગાહી

Spread the love

 

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે.

15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં વરસાદનું જોર વધશે.

8 ઈંચ સુધી વરસાદ વરસી શકે

અંબાલાલ પટેલની આગાહી મુજબ 14-15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. 17 થી 20 ઓગસ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. ગુજરાતના કોઈપણ ભાગમાં 8 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

આ નવી સિસ્ટમની અસર હેઠળ, 19 થી 22 ઑગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે.

નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે

રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. 15 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે, મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં અન્ય ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *