
ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના (Italy Boat Capsizes) સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં 92 થી 97 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે.બે બોટમાં 95 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.